ગુજરાતમાં વરસાદની અંબાલાલ પટેલે કરી મોટી આગાહી,ગુજરાતમાં આ તારીખે થઇ શકે છે ગાજવીજ સાથે વરસાદ

ગુજરાતમાં તાઉ-તે વાવાઝોડાને કારણે થોડા સમય પહેલા વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. ઘણી જગ્યાએ વાવાઝોડાને કારણે ધોધમાર વરસાદ થયો હતો. ત્યારે અનેક વિસ્તારમાં તો વાવાઝોડાએ ઘણુ નુકશાન પણ પહોંચાડ્યુ હતુ અને અનેક જગ્યાએ ઝાડ પડી ગયા હતા તો કેટલીક જગ્યાએ પતરા પણ ઉડી જવાના બનાવો બન્યા હતા. ત્યારબાદ હવામાન ખાતાના જણાવ્યા અનુસાર, 15 જૂન બાદ નૈઋત્ય ચોમાસુ બેસશે ત્યારે હવે આ વર્ષના વરસાદને લઇને હવામાન વિભાગ પહેલેથી જ આગાહી કરી ચૂક્યુ છે અને આ વર્ષે સામાન્ય વરસાદ રહેશે તેમ પણ જણાવ્યુ છે.

આ વખતના ચોમાસા અંગે હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે પણ આગાહી કરી છે. 8 જૂનના રોજ મૃતશીર્ષ નક્ષત્રમાં સૂર્યનો પ્રવેશ થાય છે અને આ નક્ષત્રમાં વરસાદ થાય તો ઊભા પાકને નુકશાન થવાની પણ સંભાવના રહેલી છે.

અંબાલાલ પટેલે જણાવ્યુ છે કે, ખેડૂત જયારે ખેતી કરે છે ત્યારે જમીનમાં જે કોશેટા હોય છે તે બહાર આવે છે અને કાતરા બહાર નીકળે છે. અને આ જે કાતરા હોય છે ઊભા પાકને ખાઇ જાય છે અને ખેડૂતનું નુકશાન થાય છે. અંબાલાલ પટેલે આગાહી કરી છે કે 9 થી 10 જૂન સુધી ગુજરાતમાં છુટોછવાયો વરસાદ પડશે જયારે  28-29 જૂનથી ગુજરાતમાં ચોમાસાની શરૂઆત થઇ શકે છે.

અંબાલાલ પટેલે વરસાદ વિશે જણાવ્યુ છે કે, આગામી 11 અને 12 જૂને ગાજવીજ સાથે વરસાદ થશે અને 15થી19 જૂનના રોજ પણ ગુજરાતમાં અનેક જગ્યાએ હળવો વરસાદ થશે. ત્યારે પૂર્વ ગુજરાત, સાબરકાંઠા, અમદાવાદ, વડોદરા, સુરત અને સોરાષ્ટ્રના અનેક ભાગોમાં તેમજ અરવલ્લીમાં 15 જૂનથી 19 જૂનના રોજ ગાજવીજ સાથે વરસાદ થવાની શકયતા છે. જ્યારે 27 જૂનના રોજથી ચોમાસું જોર પકડે અને 29 જૂનથી ચોમાસું સક્રિય થાય તેમજ વરસાદ પવન સાથે થવાની શક્યતા છે.

Shah Jina