હવામાના નિષ્ણાંત અંબાલાલ પટેલે કરી ગુજરાતના અનેક ભાગોમાં વરસાદની આગાહી, કેટલાક વિસ્તારોમાં વરસાદને કારણે રહેશે પૂર જેવી સ્થિતિ

ગુજરાત સહિત દેશભમાં હાલ તો ચોમાસાની રમઝટ જામેલી છે, ત્યાં કેટલીક જગ્યાએ ભારે વરસાદ જોવા મળી રહ્યો છે તો કેટલીક જગ્યાએ સામાન્ય વરસાદ જોવા મળી રહ્યો છે. ત્યારે હવે અંબાલાલ પટેલ અને હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજયના કેટલાક ભાગોમાં હાલ તો વરસાદ પડી રહ્યો છે,

ત્યારે હવે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા જણાવવામાં આવ્યુ છે કે, મહારાષ્ટ્રના ભાગો, મુંબઇમાં અતિ ભારે વરસાદ થાવની શક્યતા છે. ત્યારે અંબાલાલ પટેલ દ્વારા જણાવવામાં આવ્યુ છે કે, તારીખ 8થી 12 સુધીમાં હજી પણ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી થવાની શક્યતા રહેશે.

ગુજરાતમાં 5 દિવસ સારા વરસાદની આગાહી કરવામાં આવી છે. કચ્છ પાસે સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાયુ છે જેને કારણે મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં સારો વરસાદ વરસી શકે છે. ત્યારે 9 સપ્ટેમ્બરના રોજ દમણ સહિત વલસાડમાં વરસાદ વરસવાની શક્યતા છે. 10 સપ્ટેમ્બરના રોજ વડોદરા, ખેડા અને આણંદમાં ભારે વરસાદ પડી શકે છે, જયારે 11 સપ્ટેમ્બરના રોજ ખેડા, ગાંધીનગર અને આણંદ સહિત અનેક જગ્યાએ વરસાદની શક્યતા છે.

હવામાન વિભાગ અનુસાર બંગાળની ખાડીમાં લો પ્રેશર સર્જાયુ છે જેને કારણે ગુુજરાતમાં વરસાદ થવાની શક્યતા દર્શાવવામાં આવી છે. મહારાષ્ટ્રના ભાગોમાં અતિ ભારે વરસાદ તેમજ પશ્ચિમ મધ્યપ્રદેશના ભાગોમાં પણ ભારે વરસાદની શક્યતા જણાવવામાં આવી છે. ગુજરાતની વાત કરીએ તો, અતિ ભારે વરસાદથી ગુજરાતમાં ખાસ કરીને દક્ષિણના વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ રહેશે. દક્ષિણ ગુજરાતના ભાગોમાં અતિ ભારે વરસાદની શક્યતા છે, જયારે સૌરાષ્ટ્રના દરિયા કિનારાના ભાગોમાં તેમજ તેમજ અનેક જગ્યાએ પણ વરસાદની શક્યતા  છે.

Shah Jina