ગુજરાતમાં કયા સુધી વરસાદ પડશે? ખેડૂતનો કયો પાક કઈ તારીખે બગડી શકે? જલ્દી વાંચો મોટી આગાહી

સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં તો એટલો જોરદાર વરસાદ વરસ્યો કે લોકોને જીવ બચાવવા છત પર ચઢી જવું પડ્યું. હોડીઓ અને હેલિકૉપ્ટરથી લોકોને બચાવવાની નોબત આવી. સૌરાષ્ટ્ર વિસ્તારમાં સિઝનની કુલ જરૂરિયાતના આશરે 80%વરસાદ પડી ગયો છે. આ વિસ્તારની 701 મીમીની સરેરાશ સામે અત્યાર સુધી 564 મીમી વરસાદ નોંધાયો છે.

સૌરાષ્ટ્રના દેવભૂમિ દ્વારકામાં 98%, રાજકોટમાં 97%, પોરબંદરમાં 96%, જૂનાગઢમાં 92%, જામનગરમાં 96% વરસાદ પડી ગયો છે અને આગળના દિવસોમાં ત્યાં સિઝનનો પૂરેપૂરો વરસાદ થઈ જવાની શક્યતા છે. હવે અમરેલીમાં 74%, મોરબીમાં 72%, ભાવનગરમાં 69%, ગીરસોમનાથમાં 72%, બોટાદમાં 70% અને સુરેન્દ્રનગરમાં 53% વરસાદ પડ્યો છે.

સવાલ એ છે કે આખા ચોમાસામાં જે વિસ્તારોમાં સરેરાશ કરતાં ઘણો ઓછો વરસાદ વરસ્યો ત્યાં અચાનક પૂર કેમ આવી ગયું? હવામાનશાસ્ત્રી મહેશ પલાવત અનુસાર , “બંગાળની ખાડીમાં એક પછી એક લૉ પ્રેશર બન્યા છે અને પશ્ચિમ દિશામાં આગળ વધી રહ્યાં છે.” ઑગસ્ટમાં લૉ પ્રેશર ગુજરાત રાજ્ય સુધી પહોંચ્યાં ન હતાં, હવે તે ગુજરાત સુધી આવી રહ્યાં છે.

“શનિવારે એક લૉ પ્રેશર પૂર્વ રાજસ્થાન પર હતું અને હવે તે લૉ પ્રેશર એરિયા ગુજરાતમાં આવીને સ્થિર થયો છે અને બાદમાં તે સૌરાષ્ટ્ર અને કચ્છ તરફ આગળ વધ્યો છે. સૌરાષ્ટ્રમાં લૉ પ્રેશરના કારણે અતિભારે વરસાદ પડી રહ્યો છે.”

અતિ ભારે વરસાદને લીધે ગઈકાલે ૧૪ સપ્ટેમ્બર ૨૦૨૧ને સવારે ૯.૦૦ કલાકની સ્થિતિએ રાજ્યના ૨૦૧ વિવિધ રસ્તાઓ બંધ થયા છે. જેમાં એક નેશનલ હાઈવે, ૨૦ અન્ય માર્ગો, ૧૮ સ્ટેટ હાઈવે,, ૧૬૨ પંચાયતના માર્ગોનો સમાવેશ થાય છે.

જેમાં વડોદરા,છોટાઉદેપુર, સુરત, તાપી, બનાસકાંઠા, નવસારી, વલસાડ, ડાંગ,રાજકોટ, મોરબી, અમરેલી, જામનગર, ભાવનગર, જૂનાગઢ અને પોરબંદર જિલ્લાઓના માર્ગો અસરગ્રસ્ત થયા છે. આના સિવાય ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ સંચાલિત એસ.ટી બસોના ૫૫ રૂટ બંધ કરાયા છે અને ૧૨૧ ટ્રીપો રદ કરાઈ છે.

ગઈકાલે રંગીલા રાજકોટ, જુનાગઢ, જામનગરમાં ખુબ જ વરસાદ પડ્યો છે અને કેટલાય ગંદા જળબંબાકાર થઈ ગયા છે. ત્યારે સમગ્ર ગુજરાતમાં ભાદરવો વરસાદથી ભરપૂર રહેવાની સાથે 98 ટકા વરસાદ વરસાવવાની ગાંધીનગરના ખુબ જ લોકપ્રિય હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી છે.

જે મુજબ આગામી તારીખ 15,17 અને 22ના રોજ ઉત્તર-મધ્ય ગુજરાત ઉપરાંત કચ્છ અને સુરેન્દ્રનગરમાં સારો વરસાદ થવાની પણ શક્યતા તેમણે વ્યક્ત કરી છે. ગુજરાતમાં છેલ્લા દોઢ મહિનાથી મેઘરાજાએ રિસામણાં કરી લેતા ખેડૂતો ચિંતામાં મુકાઈ ગયેલા હતા અને ગરમીથી પ્રજા ત્રાહિમામ હતી. ત્યારે નક્ષત્ર આધારિત ગણતરી કરીને મોન્સૂન આગાહી બાબતે અંબાલાલ પટેલે કહ્યું છે કે, ગુજરાતના દક્ષિણ, સૌરાષ્ટ્ર વિસ્તારના ભાગોમાં વરસાદ થવાની શક્યતા છે.

બંગાળના ઉપસાગર અને અરબ સાગરનું વહન સક્રિય થતું ન હતું, હવાનું દબાણ આ પહેલા નહોતા પરંતુ હવે સક્રિયતા વધી છે. અંબાલાલે વધુમાં જણાવ્યું છે કે, વરસાદમાં રવી પાકો સારા થવાની શક્યતા છે. એમાં ભાલ જેવા વિસ્તાર કે બિન પિયત ભાગોમાં ચણા અને બીનપિયત ઘઉં સારો થશે. તેલીબિયા પાકોમાં રાયડો સારો થશે.

25 ઓકટોબર પછી જે વરસાદ પડશે એમાં કપાસની રૂની ક્વોલિટી બગડી શકે છે. મઘા નક્ષત્રમાં જે વરસાદ છે. એને લીધે પાક સારો થાય છે. જો વરસે મઘા તો ધાનના થાય ઢગ. આ મઘા નક્ષત્રનાં પાણી અમૂલ્ય હોય છે. આ વરસાદથી તાપી નદીના જડ સ્ત્રોત અને નર્મદાની સપાટી વધશે.

ઉત્તરા ફાલ્ગુનીમાં વાવેતર કરવું સારું ત્યારે ઉત્તરા ફાલ્ગુની નક્ષત્રમાં જે વરસાદ આવશે તે 13 સપ્ટેમ્બર મહિનાની આસપાસ થશે. ઓક્ટોબર મહિના પછી જો વરસાદ થાય છે તેને સ્વાતિ કહીએ છીએ. જેમાં કપાસની ક્વોલિટી સારી થતી નથી.

વધુમાં તેમને જણાવ્યું કે અમદાવાદ, પંચમહાલ, મધ્ય ગુજરાત, ગાંધીનગર, મહેસાણા, સમી, હારીજ, સિદ્વપુર, પાલનપુર, કડી, બેચરાજીના વિસ્તારમાં તારીખ 15 અને 17થી 22માં સારો વરસાદ થવાની શક્યતા રહેશે. આ ઉપરાંત ભાદરવી પૂનમે અંબાજીના મેળા વખતે પણ અંબાજીના ડુંગરાળ વિસ્તાર દાંતા અને અન્ય ભાગોમાં વરસાદી ઝાપટાં પડવાની શક્યતા રહેશે.

YC