સાચવીને રહેજો ગુજરાતીઓ ! હજુ બિપરજોયનો ખતરો ટળ્યો નથી, આગામી 48 કલાક છે ખુબ જ ભારે, અંબાલાલ પટેલની ચોંકવાનારી આગાહી
Gujarat Weather Forecast Ambalal Patel: ગુજરાતમાં માથે આવેલા બિપરજોય વાવાઝોડાનું સંકટ હાલ ગુજરાતના માથેથી ટળી ગયું છે, જેને લઈને ગુજરાતીઓએ રાહતનો શ્વાસ પણ લીધો છે. પરંતુ હજુ આ વાવાઝોડાનો ખતરો એટલો સમ્યો પણ નથી. ગુજરાતના હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે આ વાવાઝોડાને આગામી 48 કલાક માટે મોટી આગાહી કરી છે.
જેમાં તેમને આગામી 48 કલાકમાં ગુજરાતની અંદર ભારે વરસાદ થવાની આગાહી વ્યક્ત કરી છે. અંબાલાલ પટેલે જણાવ્યું કે સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં ભર્ફે વરસાદ જોવા મળશે. આ ઉપરાંત મધ્યપ્રદેશ, રાજસ્થાનના ભાગોમાં પણ અતિભારે વરસાદ થવાની શક્યતા છે. તેમને એમ પણ જણાવ્યું કે ગુજરાતને જોડતી નદીમાં પણ પૂરની આગાહી પણ છે.
અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર વાવાઝોડું પૂર્વ તરફ આગળ વધવાના કારણે બંગાળના ભેજને આકર્ષશે. વાવાઝોડાના કારણે આ વર્ષે ચોમાસાની પેટર્નમાં બદલાવ જોવા મળ્યો છે. અરબ સાગરમાં ઉઠેલા તોફાનના કારણે આ વર્ષે ચોમાસુ મોડું બેઠું છે, પરંતુ હવે વાવાઝોડાનું લેન્ડ ફોલ થઇ ગયું છે તેના કારણે ચોમાસાની એન્ટ્રીના પણ એંધાણ છે.
અંબાલાલે જણાવ્યું કે કચ્છના જખૌ બંદર પર બિપરજોય વાવાઝોડાનો લેન્ડ ફોલ થવાના કારણે તેનો પ્રકોપ ગુજરાતની અંદર 18 જૂન સુધી રહેવાનો છે. આ ઉપરાંત તેમને એમ પણ જણાવ્યું કે દેશના અન્ય રાજ્યોમાં આ વાવાઝોડાની અસર 21 જૂન સુધી રહેશે. જેના બાદ વિધિવત ચોમાસુ બેસી જશે. તેમને એમ પણ જણાવ્યું કે આ વર્ષે ચોમાસામાં પૂરતો વરસાદ થવાની સંભાવના છે.