ફરી વાર વરસાદને લઈને અંબાલાલ પટેલની ચોંકાવનારી આગાહી, કહ્યું, “ગરમીની સાથે વધશે માવઠાનું જોર..”, ખેડૂતોમાં ચિંતાનો વિષય.. જુઓ બીજું શું કહ્યું ?

અંબાલાલ પટેલની વરસાદને લઈને મોટી આગાહી, જુઓ એપ્રિલ અને મે મહિનામાં શું થશે ? ખેતી ઉપરાંત સ્વાસ્થ્ય માટે પણ આપી ચેતવણી.. જુઓ

ગુજરાતમાં હાલ દિવસે દિવસે ગરમીનો પારો વધી રહ્યો છે. ત્યારે આજે કેટલાક વિસ્તારોમાં વાદળ છાયું વાતાવરણ પણ જોવા મળ્યું. થોડા દિવસ પહેલા જ ગુજરાતમાં ભારે માવઠું પણ પડી ગયું. ત્યારે હવે આ મામલે હવામાન વિદ અંબાલાલ પટેલનું નિવેદન સામે આવ્યું છે. અંબાલાલ દ્વારા એપ્રિલ અને મેં મહિનામાં વાતાવરણમાં પલટો આવવાની આગાહી વ્યક્ત કરી છે.

મીડિયા રિપોર્ટ પ્રમાણે હવામાન વિદ અંબાલાલ પટેલે પોતાની આગાહીમાં જણાવ્યું કે 19 માર્ચ સુધી માવઠું રહેવાની શક્યતા છે. આ ઉપરાંત આગામી એપ્રિલ મહિનાની શરુઆતમાં પણ માવઠું થવાની શક્યતા અંબાલાલ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. અંબાલાલ દ્વારા ખેડૂતોને પણ સાવધાની રાખવાની સલાહ આપવામાં આવી છે.

(પ્રતીકાત્મક તસવીર)

અંબાલાલ પટેલે એમ પણ જણાવ્યું કે છે કે વાતવરણમાં પલટો થવાના કારણે ગરમીનું પ્રમાણ પણ વધી શકે છે. તેમને ગરમીનું જોર વધતા સ્વાસ્થ્યની પણ કાળજી લેવાનું સૂચન કર્યું છે. તેમને ન્યુમોનિયા સહિતના રોગોથી ભવા માટે પણ ધ્યાન રાખવાની વાત જણાવી છે. અંબાલાલે  8મી મે પછી આંધી-વંટોળનું પ્રમાણ વધવાની આગાહી કરી છે.

(પ્રતીકાત્મક તસવીર)

તેમને એમ પણ જણાવ્યું કે આ દરમિયાન વરસાદ થવાની પણ સંભાવના રહેલી છે. આ દરમિયાન ખેડૂતોએ બાગાયતી પાકની કાળજી રાખવી પડશે. આ વર્ષ વિસમ હવામાનવાળું રહેવાની વકી પણ અંબાલાલ કરી રહ્યા છે. તેમને એમ પણ જણવ્યું કે આ વર્ષમાં હવામાનમાં સતત આવી રહેલા પલટાની અસર ખેતીની સાથે લોકોના સ્વાસ્થ્ય પર પણ પડી રહી છે

Niraj Patel