VIDEO / નવરાત્રીમાં ખેલૈયાઓની મજા બગાડશે મેઘરાજા, વરસાદને લઇ અંબાલાલની માઠી આગાહી
અંબાલાલ પટેલની આગાહી સામે આવી છે જે ખેલૈયાઓની મજા બગાડી શકે છે. અંબાલાલે કહ્યું, આગામી દિવસોમાં ગુજરાતમાં સામાન્ય વરસાદ પડી શકે છે. 16થી24 ઓગસ્ટ દરમિયાન હળવો વરસાદ રહેશે. જ્યારે નવરાત્રીમાં પણ વરસાદની શક્યતાઓ અંબાલાલે વ્યક્ત કરી છે. સપ્ટેમ્બર-ઓક્ટોબરમાં વરસાદ યથાવત રહેશે. 3 ઓક્ટોબર 2024થી નવરાત્રી શરૂ થશે,
ત્યારે અંબાલાલ પટેલે સપ્ટેમ્બર અને ઓક્ટોબર મહિનામાં વરસાદની યથાવત રહેવાની જે આગાહી કરી છે તે આયોજકો અને ખેલૈયાઓના ઉત્સાહ પર પાણી ફેરવી શકે છે. ગુજરાતીઓનો હોટ ફેવરિટ તહેવાર એટલે નવરાત્રીમાં વરસાદ વિલન બનવાની અંબાલાલની આગાહીના પગલે ગરબા રસિકો અને ગરબા આયોજકોની ચિંતા વધી છે.
અંબાલાલ સિવાય હવામાન વિભાગે પણ આગાહી કરી છે, જે અનુસાર 15 ઓગસ્ટે ઉત્તર ગુજરાત, દક્ષિણ અને મધ્ય ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ આગાહી કરી છે. જ્યારે કચ્છ અને સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં છુટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે.