...
   

જન્માષ્ટમીની મોજ બગાડશે મેહુલિયો, અંબાલાલ પટેલની છોતરાં કાઢી નાખે એવી આગાહી

છોતરા કાઢી નાખશે છોતરા, અંબાલાલ પટેલની જન્માષ્ટમી પર સૌથી ભયાનક આગાહી, વાંચો કોમેન્ટ બોક્સમાં

ગુજરાતમાં ફરી એકવાર મેહુલિયો જોરદાર વરસી રહ્યો છે, ત્યારે આ વચ્ચે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે વરસાદને લઈ ફરી એકવાર આગાહી કરી છે. અંબાલાલ અનુસાર, વરસાદ જન્માષ્ટમીના મેળાની મજા બગાડી શકે છે. અંબાલાલે આગામી 72 કલાકમાં રાજ્યમાં ભારે વરસાદ વરસવાની આગાહી કરી છે. એટલે કે 24,25 અને 26 ઓગસ્ટે ભારે વરસાદ વરસી શકે છે.

બંગાળના ઉપસાગરમાં વરસાદી સિસ્ટમ સક્રિય થવાને કારણે રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ વરસવાની અંબાલાલે આગાહી કરી છે. હવામાન વિભાગે 24 અને 25 ઓગસ્ટે સુરત, વડોદરા, નવસારી, વલસાડ, દાહોદ, ખેડા, પંચમહાલ, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, તાપી, દમણ, દાદરા નગર હવેલી ભારે વરસાદની આગાહી કરી છે.

આ ઉપરાંત હવામાન વિભાગ દ્વારા 26-27 ઓગસ્ટે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે આ સાથે સૌરાષ્ટ્રમાં સુરેન્દ્રનગર, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, બોટાદ, પોરબંદર, જુનાગઢ, દ્વારકા, ગીર સોમનાથ, કચ્છ અને દીવમાં ભારે વરસાદની આગાહી કરાઇ છે.

Shah Jina