અંબાલાલ પટેલની આગાહી ! આ તારીખે તૈયાર થઇ જજો, ગુજરાતમાં આંધી-વંટોળ અને ગાજવીજ સાથે વરસાદ

ગુજરાતમાં આ વર્ષે રેકોર્ડબ્રેક ગરમી પડી રહી છે, ત્યારે છેલ્લા 2-3 દિવસથી સાંજે ગરમીથી આંશિક રાહત મળી રહી છે. પવનની દિશા બદલાતા ભેજનું પ્રમાણ વધ્યું છ અને કેટલાક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. આ વચ્ચે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે ગરમી બાદ આંધી વંટોળનું પ્રમાણ વધશે અને વરસાદ થશે.

અંબાલાલ પટેલે ન્યૂઝ 18 ગુજરાતી સાથે વાત કરતાં જણાવ્યું કે, ગુજરાતના ઘણા ભાગોમાં વરસાદ થશે, રોહિણી નક્ષત્રમાં વરસાદ થશે. 4 જુન સુધી વરસાદ ચાલુ રહેશે. જો કે, ચોમાસાના નિયમિત વરસાદ પહેલા પણ ગુજરાતમાં વરસાદની આગાહી છે. બંગાળની ખાડી અને અરબી સમુદ્રમાં વાવાઝોડા સક્રિય થવાની શક્યતાને કારણે ગુજરાતના વાતાવરણમાં પલટો આવશે.

આમ તો ગુજરાતમાં ચોમાસું 15 જૂન બાદ શરૂ થતું હોય છે, પણ આ વર્ષે ચોમાસું સમય કરતાં વહેલું બેસશે અને સારો વરસાદ થવાનું પણ અનુમાન છે. દક્ષિણ ગુજરાતમાં ગાજવીજ સાથે 31 મેથી 4 જૂન સુધીમાં વરસાદ થશે. આહવા, ડાંગ, સુરત તેમજ સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. રોહિણી નક્ષત્રમાં વરસાદ થશે. તેમજ ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાતના ભાગોમાં અને કચ્છના ભાગોમાં રોહિણી નક્ષત્રમાં વરસાદ થવાની શક્યતા રહેશે.

Shah Jina