ગુજરાતના આ વિસ્તારો થઇ જવાના છે જળબમ્બાકાર, આવી ગઈ છે અંબાલાલ પટેલની ધુમાડા કાઢી નાખે તેવી આગાહી

હવેથી રોજ રાશિફળ,જોક્સ-સુવિચાર,ન્યુઝ સીધા જ તમારા મોબાઈલમાં મેળવવા → અહીં ક્લિક કરીને જોડાઓ ગુજ્જુરોક્સ વૉટ્સએપ ગ્રુપમાં.

ગુજરાતમાં જામ્યું ચોમાસુ, અંબાલાલ પટેલ અને હવામાન વિભાગે કરી આગાહી, જાણો ક્યારે કયાં જિલ્લામાં પડશે વરસાદ

Ambalal Patel Rain Forecast : ગઈકાલે ગુજરાતના ઘણા બધા વિસ્તારોમાં વરસાદે દસ્તક આપી દીધી, જેના કારણે ગરમીમાં થોડી રાહત પણ મળી.  છેલ્લા 24 કલાકમાં જ રાજ્યના 122 તાલુકામાં વરસાદ જોવા મળ્યો.  જેમાં સૌથી વધુ જૂનાગઢના વીસાવદરમાં સવા 4 ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. જેના કારણે હવે લાગી રહ્યું છે કે ચોમાસુ હવે બરાબર બેસી ગયું છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં આજે પણ 6 જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

તો બીજી તરફ હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે પણ વરસાદને લઈએં આગાહી કરી છે. તેમના જણાવ્યા અનુસાર આગામી થોડા દિવસોમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ થવાની શક્યતા છે. અંબાલાલની આગાહી પ્રમાણે ચારથી આઠ જુલાઈ વચ્ચે ગુજરાતમાં સારો વરસાદ થશે. સાથે રથયાત્રા દરમિયાન પણ સારો વરસાદ રહેવાની શક્યતા છે. 15 અને 16 જુલાઈઐએ ગુજરાતમા પવન સાથે વરસાદની આગાહી કરાઈ છે, જ્યારે 19 અને 22 જુલાઈએ સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદ પડશે.

અંબાલાલની આગાહી પ્રમાણે આગામી દિવસોમાં ઉત્તર અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદ થવાની શક્યતા છે. તેમના જણાવ્યા અનુસાર, વડોદરા, છોટાઉદેપુર અને આણંદ જેવા શહેરોમાં ભારે વરસાદની શક્યતા છે, જ્યારે અમદાવાદ અને ગાંધીનગરમાં હળવોથી મધ્યમ વરસાદ થઈ શકે છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ યથાવત રહેવાની શક્યતા છે. આ વિસ્તારોમાં ચાર ઈંચથી વધારે વરસાદ થઈ શકે છે. દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં 28 જૂન સુધીમાં અતિભારે વરસાદ થઈ શકે છે.

રાજ્યભરમાં 28 જૂનથી 5 જુલાઈ સુધી ભારેથી અતિભારે વરસાદ થવાની આગાહી પણ અંબાલાલ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. તેમજ જુલાઈના અંત સુધીમાં કેટલાક વિસ્તારોમાં 10 ઈંચ સુધી વરસાદ થઈ શકે છે એવી શક્યતા પણ તેમને વ્યક્ત કરી છે, આ ઉપરાંત હવામાન વિભાગ દ્વારા પણ  7 દિવસ સુધી ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે તો કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.

હવેથી રોજ રાશિફળ,જોક્સ-સુવિચાર,ન્યુઝ સીધા જ તમારા મોબાઈલમાં મેળવવા → અહીં ક્લિક કરીને જોડાઓ ગુજ્જુરોક્સ વૉટ્સએપ ગ્રુપમાં.

Niraj Patel