પતંગરસિકોની બગડશે મજા ! આવ્યા ખરાબ સમાચાર, ઉત્તરાયણ મનાવતા પહેલા ચોક્કસથી અંબાલાલ પટેલની આગાહી જાણી લેજો

ઉત્તરાયણના તહેવારને હવે બે જ દિવસ બાકી રહ્યા છે. ત્યારે રાજયમાં છેલ્લા કેટલાક દિવસથી હાડ થિજવતી ઠંડી પડી રહી છે અને હવામાન વિભાગે આગામી બે દિવસમાં ઠંડીમાં વધારો થવાની આગાહી પણ કરી છે. ત્યારે પતંગના રસિયાઓ માટે આ ઉત્તરાયણની મજા બગડી શકે છે. આ વખતે 14 જાન્યુઆરી ઉત્તરાયણના રોજ પવનના સુસવાટા બોલાશે. હવામાન વિભાગ અનુસાર ઠંડા પવનની અસર રાજ્યનાં મોટા ભાગના શહેરોમાં ઠંડીનો પારો 5થી 14 ડીગ્રીની આસપાસ નોંધાયો હતો. સમગ્ર રાજ્યમાં 5.8 ડીગ્રી સાથે નલિયા સૌથી ઠંડું શહેર બન્યું હતું. આજે અને આવતીકાલના રોજ અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, જૂનાગઢ, બનાસકાંઠા, ભાવનગર અને સુરેન્દ્રનગર તેમજ કચ્છમાં કોલ્ડ વેવ રહેશે. (તમામ તસવીરો પ્રતિકાત્મક છે)

ઉત્તરાયણ એટલે કે જાન્યુઆરીના દિવસે પવનની ગતિ સારી રહેવાની છે. પ્રતિ કલાકે 10થી 15 કિમીની ઝડપે પવન ફૂકાઇ શકે છે. આજે પણ 11 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઇ રહ્યો છે. જો કે, હાલ તો રાજયભરમાં કડકડતી ઠંડી યથાવત છે અને આગામી 24 કલાક સુધી લઘુત્તમ તાપમાન યથાવત રહેશે.  આગામી બે દિવસ સુધી ઉત્તર ગુજરાતમાં યલો એલર્ટ જારી કરવામાં આવ્યુ છે. રાજયમાં 13 જાન્યુઆરી એટલે કે આવતીકાલના રોજ ઠંડીનું જોર વધુ રહેશે અને કેટલાક જિલ્લામાં તાપમાન 8 ડિગ્રી સુધી ગગડવાની શક્યતા છે.

અંબાલાલ પટેલની વાત કરીએ તો, તેમણે દાવો કર્યો છે કે, 18 જાન્યુઆરી, 19 જાન્યુઆરી અને 20 જાન્યુઆરીએ રાજ્યના કેટલાક વિસ્તારમાં કમોસમી વરસાદ પડશે. જેના કારણે રવિ પાકને નુકસાન થવાની ભીતી સેવાઇ રહી છે. એટલું જ નહીં, અંબાલાલ પટેલના અનુમાન પ્રમાણે, ફેબ્રુઆરીમાં પણ માવઠાની શક્યતા રહેલી છે. આ સાથે હવામાન વિભાગે આગામી બે દિવસ માટે ઉત્તર ગુજરાતમાં યલો એલર્ટ જાહેર કરી છે.

અંબાલાલ પટેલ અનુસાર રાજયમાં 13 જાન્યુઆરી એટલે કે ઉત્તરાયણના આગલા દિવસ સુધી જોરદાર ઠંડી પડશે અને આ સાથે ગાંધીનગર, ઉત્તર ગુજરાત અને કરછ તેમજ અમદાવાદમાં ઠંડીનું પ્રમાણ વધુ રહેશે, આ ઉપરાંત કેટલાક જિલ્લામાં 8 ડિગ્રી સુધી પારો ગગડવાની પણ શક્યતા તેમણે વ્યક્ત કરી છે.

અંબાલાલ પટેલ બાદ હવે હવામાન વિભાગની આગાહીની વાત કરીએ તો સોમવાર અને મંગળવારના રોજ અમદાવાદ, બનાસકાંઠા, ગાંધીનગર અને પાટણમાં શીતલહેર જોવા મળશે. રવિવારની રાત્રિની વાત કરીએ તો, અમદાવાદ, ગાંધીનગર અને નલિયા ઉપરાંત અમરેલી, વડોદરા, જુનાગઢ, ડીસા, પાટણ, પોરબંદરમાં પણ લઘુતમ તાપમાનનો પારો 10 ડિગ્રીથી નીચે નોંધાયો હતો.

Shah Jina