BREAKING: અંબાલાલ પટેલની સૌથી મોટી આગાહી, આકાશમાં જોવા મળી રહ્યા છે આ…જાણો ફટાફટ

ગુજરાતના ઘણા શહેરોમાં આ સમયે વરસાદને કારણે જન-જીવન પ્રભાવિત થયુ છે. ત્યારે હવે રાજયમાંથી ચોમાસુ કયારે વિદાય લેશે તે બાબતે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે. ચોમાસુ હવે ધીરે ધીરે રાજયમાંથી વિદાય લેવાના મૂડમાં છે. ત્યારે ચોમાસાના વિદાયના કેટલાક ચિન્હો જોવા મળ્યા છે. કેટલાક ચોક્કસ પ્રકારના જે જીવ છે તે આકાશમાં ઉડી રહ્યા છે અને તે ચોમાસાની વિદાયનો સંકેત આપી રહ્યા છે.

અંબાલાલ પટેલે કેટલાક ચોમાસાના વિદાયના સંકેત બતાવ્સાયા છે. માન્ય રીતે પાણી ઓસરવા માંડે અને જયાંથી વાદળા થયા ત્યાં જ આલોપ થાય રાત પહેલા પ્રહર સુધી વરસાદનું જોર સામાન્ય રહે. ત્યારે મેઘરવો આવતો બંધ પડે. સુરીયા પવને વરસાદ આવતો તે જ પવનથી ઝાંકળ આવવા લાગે છે. આ બધા સંકેત ચોમાસુ વિદાય લેવાના છે.

અંબાલાલ પટેલ અનુસાર, કઠોળને એક્દમ ફાલ આવવા લાગે, વાયવ્ય પવનના વાદળો આવતા બંધ પડી જાય, આકાશનો રંગ રાતો થઈ જાય, વગડાનો આખો દેખાવ ફરી જાય, કરોળિયા ઝાડ, થોર, ખડ અને ઘરમાં માળા બાંધવા માંડે, શિયાળું અને પૂર્વના પવનના લહેરા આવે તો ધીરે ધીરે વરસાદની વિદાય ગણાય છે. આ ઉપરાંત તેમણે આગાહી કરતા જણાવ્યુ છે કે, હવે સપ્તાહના અંતે વરસાદની વિદાય ગણાશે. પરંતુ ત્યારપછી પણ કમોસમી વરસાદની શક્યતા રહેશે.

અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યુ કે,- અરબી સમુદ્રમાં હવાના હળવા દબાણ ઉભા થવાની શક્યતા રહેશે. 8-9 ઓક્ટોબર આસપાસ સમુદ્રમાં હવાના હળવા દબાણ ઉભા થવાની શક્યતા રહેશે. દરિયાકિનારે પવનનું જોર વધશે. 15 તારીખ સુધીમાં કોઈ કોઈ ભાગમાં હળવા ઝાપટાં પડવાની શક્યતા રહેશે.જો પાછોતરા માવઠા થશે તો પાકને નુકશાન થવાની શક્યતા સેવાઇ રહી છે. તેમણે 20-21 ઓક્ટોબરના રોજ હવામાનમાં પલટો આવવાની પણ શક્યતા વ્યક્ત કરી છે.

જણાવી દઇએ કે, મીડિયા રીપોર્ટ અનુસાર ભારતીય મોસમ વિભાગે કહ્યુ કે, નોર્થ વેસ્ટ ભારતના કેટલાક ભાગમાં લગભગ 6 ઓક્ટોબર 2021થી દક્ષિણ-પશ્ચિમ મોનસૂનની વાપસીની શરૂઆત થઇ શકે છે. ગયા વર્ષે મોનસૂને 28 સપ્ટેમ્બરથી વાપસીની શરૂઆત થઇ ગઇ હતી.

Shah Jina