હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલની વધુ એક મોટી આગાહી, આ તારીખે ગુજરાતને ગમરોળશે વાવાઝોડું અને વરસાદ, જાણો શું કહ્યું

Ambalal Pate weather prediction : ગુજરાતમાં ગઈકાલે રાતથી જ અચાનક વાતાવરણમાં જબરદસ્ત પલટો જોવા મળ્યો. ગત રાત્રે અને આજે સવારે પણ ગુજરાત (gujarat) ના ઘણા બધા વિસ્તારોમાં વરસાદી માહોલ (Rainy weather) જોવા મળ્યો હતો. અમદાવાદ-ગાંધીનગર સહીત રાજ્યમાં  ઠેર ઠેર ઝાપટા પણ પડ્યા અને પવન પણ ફૂંકાયો હતો. ત્યારે આ દરમિયાન હવે હવામાન વિદ અંબાલાલ પટેલ (ambalal patel) ની આગામી સમયમાં પણ વરસાદને લઈને આગાહી સામે આવી છે.

ઉનાળામાં એક તરફ  ગરમીનો પ્રકોપ વધી રહ્યો છે, ત્યારે એપ્રિલ મહિનામાં જ માવઠું આવતા જ ખેડૂતો માટે પણ ચિંતા ઉભી થઇ છે. ત્યારે આ દરમિયાન હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે મેં મહિનામાં પણ વરસાદને લઈને આગાહી કરી છે. અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર રાજ્યના કેટલાક વિસ્તારોમાં આજથી લઈને 5 મે સુધી કમોસમી વરસાદ થવાની સંભાવના છે.

આ ઉપરાંત અંબાલાલે મેં મહિનામાં વાવાઝોડાની શક્યતા પણ વ્યક્ત કરી છે. તેમના જણાવ્યા અનુસાર બંગાળના ઉપસાગરમાં 10થી 18 મે દરમિયાન ચક્રવાત આવશે, આ ઉપરાંત 25 મેથી લઈને 10 જૂન સુધી આરબ આરબ સાગરમાં ચક્રવાત આવશે. જેના કારણે દરિયાઈ વિસ્તારોમાં પણ કમોસમી વરસાદ થવાની સંભાવના છે.

આ દરમિયાન સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડવાની આગાહી પણ અંબાલાલ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. આ ઉપરાંત તેમને કચ્છમાં પણ વરસાદ થવાની ભીતિ વ્યક્ત કરી હતી. વરસાદ ઉપરાંત તેમને જૂન મહિનામાં ગરમીનો પારો વધવાની પણ આગાહી કરી છે.

Niraj Patel