હજી તો માર્ચ ગયો અને ત્યાં હવે પાછી એપ્રિલ અને મે મહિનાની આગાહી આવી ગઇ, જાણો અંબાલાલ પટેલે શું કહ્યુ ? કેવા જશે બે મહિના

હાલમાં જ હજી તો માર્ચ મહિનો પૂરો થયો છે અને માર્ચ મહિનામાં ઘણા શહેરો અને વિસ્તારોમાં માવઠાને કારણે વરસાદ વરસ્યો. ત્યારે ગુજરાતીઓ માટે માર્ચ મહિનો આખો ભીનો રહ્યો અને વાદળછાયું વાતાવરણ રહ્યું પણ જો તમે એવુ વિચારી રહ્યા છો કે હવે તો એપ્રિલ મહિનો ચાલુ થઇ ગયો અને હવે આ મહિનો સારો જશે તો ના એવું નથી…એપ્રિલ મહિના માટે પણ અંબાલાલ પટેલે આગાહી કરી દીધી છે અને માત્ર એપ્રિલ જ નહિ પણ મે મહિનાની પણ આગાહી કરવામાં આવી છે.

એપ્રિલ અને મે મહિનામાં વારંવાર પશ્ચિમી વિપેક્ષો આવાવને કારણે બંને મહિનામાં આંધી અને વંટોળ સાથે વરસાદ વરસી શકે તેવી આગાહી કરવામાં આવી છે.રાજ્યમાં 6 અને 7 એપ્રિલે કમોસમી વરસાદ થવાની શક્યતા છે. હવામાન વિભાગ અનુસાર, વધુ એક વેસ્ટન ડિસ્ટર્બન્સ સક્રિય થયું હોવાને કારણે 6 અને 7 એપ્રિલના ઉતર ગુજરાત અને કચ્છના વિસ્તારમાં માવઠુ થવાની શક્યતા છે. ત્યારે હવે ફરી એકવાર વરસાદની આગાહીને પગલે ખેડૂતોના માથે ચિંતાના વાદળો ઘેરાઈ ગયા છે.

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે પણ માવઠાને લઈને અગાહી કરી છે. તેમના અનુસાર, પશ્ચિમી વિક્ષેપને કારણે ફરી ગુજરાતના અનેક વિસ્તારોમાં માવઠું થઇ શકે છે અને વીજળીના કડાકા સાથે ઘણાં વિસ્તારમાં કરા પણ પડી શકે છે. અંબાલાલ પટેલે 8થી14 એપ્રિલ સુધી આંધી-વંટોળ સાથે કમોસમી વરસાદ અને કરાની આગાહી કરી છે. અખાત્રીજના દિવસે એટલે કે 22 એપ્રિલે પણ માવઠું થવાની શક્યતા છે. આ વર્ષે ચોમાસું કેવુ જશે તેની પણ અંબાલાલ પટેલે આગાહી કરી છે.

અંબાલાલ પટેલે શુક્ર ગ્રહના રાશિ નક્ષણ સંયોગ જોતા 3 એપ્રિલથી ગુજરાત અને સમગ્ર દેશમાં ફરીથી વાતાવરણમાં પલટો આવવા સાથે વરસાદ આવતા વાતાવરણમાં વધઘટ થવાની શક્યતાની પણ આગાહી કરી છે. આ 2023 ના વર્ષે ચોમાસામાં 94થી 95 ટકા વરસાદ પડશે તેવી પણ આગાહી અંબાલાલ પટેલે કરી છે.

Shah Jina