ભારે વરસાદને લઇને ફરી એકવાર અંબાલાલ પટેલની આગાહી, ચોથો રાઉન્ડ ભારે છે, ચેતીને રહેજો

રાજ્યમાં હાલ વરસાદી માહોલ જામેલો છે અને ઘણી જગ્યાએ તો મેઘતાંડવ પણ જોવા મળી રહ્યુ છે, ત્યારે હવામાન વિભાગ દ્વારા આજે રાજ્યના લગભગ તમામ ભાગોમાં હળવા વરસાદની શક્યતાઓ વ્યક્ત કરી છે. ત્યારે આ વચ્ચે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી એવી છે કે રાજ્યમાં 5 દિવસમાં 24 કલાકમાં ભારે વરસાદ રહેશે અને આજથી ગુજરાતમાં છુટોછવાયો વરસાદ રહેશે. ખાસ દક્ષિણ ગુજરાતમાં વરસાદ જોવા મળી શકે છે અને સૌરાષ્ટ્રમાં દક્ષિણ સૌરાષ્ટ્રમાં વરસાદ રહેશે. આગામી 24 કલાકમાં છોટા ઉદેપુરમાં ભારેથી અતિભારે વરસાદ રહેશે તેવી પણ આગાહી તેમણે કરી છે.

વરસાદને લઇને અંબાલાલની આગાહી
વડોદરા, ભરૂચ, દાહોદ, વલસાડ, પંચમહાલ, દમણ દાદરા નગર હવેલીમાં પણ અતિભારે તો સુરત, તાપી, નવસારી, ડાંગમાં ભારે અને સોમનાથ, અમરેલી, ભાવનગર ભારે વરસાદ રહેશે તેવી આગાહી અંબાલાલ દ્વારા વ્યક્ત કરાઇ છે. અમદાવાદ ગ્રામ્ય વિસ્તાર તેમજ ખેડા, આણંદમાં ભારે વરસાદ રહેશે.અંબાલાલ પટેલ અનુસાર, આજથી ઓગસ્ટની શરૂઆત સુધીમાં રાજ્યના અલગ અલગ ભાગોમાં વરસાદ પડવાની સંભાવના છે. જેમાં મુંબઈ મહારાષ્ટ્રના ભાગોમાં અતિભારે વરસાદની તો વલસાડમાં ભારે વરસાદની અને દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ નવસારી અને ભરૂચમાં વરસાદની સંભાવના છે.

હવામાન વિભાગની પણ આગાહી
5 ઓગસ્ટ સુધીમાં દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદની સંભાવના છે. ગુજરાતના કોઈકોઈ ભાગોમાં ભારે વરસાદ થઈ શકે છે. 1 ઓગસ્ટમાં બંગાળમાં ઉપસાગરમાં એક ડીપ ડિપ્રેશન બનવાની સંભાવના છે અને તેને કારણે ઓરિસ્સા, આંધ્રપ્રદેશ, બિહાર, પશ્ચિમ બંગાળના ભાગોમાં પણ વરસાદની સંભાવના છે. આ સિસ્ટમનો માર્ગ મધ્યપ્રદેશના ભાગો તરફ જઈ શકે છે. 8થી9 ઓગસ્ટ સુધીમાં મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રના ભાગોમાં વરસાદની શક્યતા છે. આ સાથે ગુજરાતના ભાગોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની શક્યતા છે. હવામાન વિભાગના વૈજ્ઞાનિક અનુસાર, દક્ષિણ ગુજરાત તરફ શિયર ઝોન હોવાથી વરસાદી માહોલ રહેશે અને મોન્સૂન સિસ્ટમને લઈને વરસાદી માહોલ જોવા મળી શકે છે.

Shah Jina