ગુજરાતમાં પડશે સાંબેલાધાર વરસાદ, અષાઢી બીજની વીજળી જોતા અંબાલાલ પટેલની આગાહી આવી સામે, જુઓ શું કહ્યું ?

હવેથી રોજ રાશિફળ,જોક્સ-સુવિચાર,ન્યુઝ સીધા જ તમારા મોબાઈલમાં મેળવવા → અહીં ક્લિક કરીને જોડાઓ ગુજ્જુરોક્સ વૉટ્સએપ ગ્રુપમાં.

આખું ગુજરાત વરસાદથી રેલમછેલ થશે! ફરી ભયંકર વરસાદી સિસ્ટમ સક્રિય, જાણો અંબાલાલની મારફાડ આગાહી નીચે

Ambalal Patel predicted rain : ગુજરાતમાં ચોમાસુ આવી ગયું છે પરંતુ હજુ જોઈએ એવો વરસાદ જોવા મળ્યો નથી. ઘણા બધા વિસ્તારોમાં વરસાદ થયો છે, પરંતુ હજુ પણ ઘણા વિસ્તારો એવા છે જ્યાં જરૂર પ્રમાણનો વરસાદ હજુ વરસ્યો નથી અને તેના કારણે ગરમીનું પ્રમાણ પણ વધારે જોવા મળી રહ્યું છે, ઘણી જગ્યાએ બફારો જોવા મળી રહ્યો છે, ત્યારે આ દરમ્યાન ગુજરાતના હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે વરસાદને લઈને મોટી આગાહી કરી છે.

હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે ચોઘડિયાં અને મહત્વની તિથિઓના આધારે વરસાદને લઈને આગાહી કરે છે જેમાં હવે તેમણે અષાઢી બીજના દિવસે થયેલા વીજળીના ચમકારા પરથી ચોમાસાનો મૂડ કેવો રહેશે તે અંગેની કેટલીક સંભાવનાઓ વ્યક્ત કરી છે. અંબાલાલની આગાહી પ્રમાણે આકાશમાં વાદળો છે, અને અષાઢી બીજે પૂર્વ દિશામાં વીજળી થઈ છે. જેથી હવે વરસાદ થવાની શક્યતાઓ છે. તારીખ 8, 9 અને 10માં ઉત્તર અને મધ્ય ગુજરાતના ઘણાં ભાગોમાં 1 ઈંચ કે તેથી વધુ વરસાદ થવાની શક્યતાઓ છે.

આ ઉપરાંત તેમણે સૌરાષ્ટ્રના વરસાદ અંગેની શક્યતાઓ વ્યક્ત કરતા જણાવ્યું કે સૌરાષ્ટ્રના કેટલાક ભાગો તથા દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદ થવાની શક્યતાઓ રહેલી છે. ગુજરાતના કેટલાક ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતાઓ રહેશે. આ સાથે તારીખ 17 જુલાઈ પછી સારા વરસાદની શક્યતાઓ છે. અંબાલાલે જણાવ્યું કે “અષાઢી પાંચમે વીજળી થતા ખેડૂતો માટે સારા સંકેત રહી શકે છે. તો અમદાવાદ, ગાંધીનગરમાં હળવાથી ભારે વરસાદી ઝાપટા પડશે.”

અંબાલાલે પોતાની આગાહીમાં એમ પણ જણાવ્યું કે 11 જુલાઈએ અષાઢી પાંચમે રાજ્યના ઘણા ભાગોમાં વરસાદ થઈ શકે છે. આગામી 7 જૂલાઈ સુધી રાજ્યના ભાગોમાં વરસાદી ઝાપટાનું પ્રમાણ વધી શકે છે. અમદાવાદમાં અને મધ્ય ગુજરાતના ભાગોમાં વાતાવરણ વાદળછાયું રહેશે. પૂર્વ ગુજરાતમાં વરસાદી ઝાપટાં પડી શકે છે. 15 જૂલાઈ ડિપ ડિપ્રેશન બંગાળના ઉપસાગર માત્ર રચાશે.

હવેથી રોજ રાશિફળ,જોક્સ-સુવિચાર,ન્યુઝ સીધા જ તમારા મોબાઈલમાં મેળવવા → અહીં ક્લિક કરીને જોડાઓ ગુજ્જુરોક્સ વૉટ્સએપ ગ્રુપમાં.

Niraj Patel