નવરાત્રીમાં વાવાઝોડું પ્રચંડ સ્વરૂપ લઇને આવશે? અંબાલાલની એકદમ સ્પષ્ટ વાત વાંચો ફટાફટ, ભૂલથી પણ મિસ ન કરતા
હવેથી રોજ તમારું દૈનિક રાશિફળ, મજેદાર જોક્સ, સુવિચાર તથા લેટેસ્ટ ન્યુઝ સીધા જ તમારા મોબાઈલમાં મેળવવા 👉 અહીં ક્લિક કરીને જોડાઓ ગુજ્જુરોક્સ વૉટ્સએપ ચેનલમાં
Ambalal patel predication : રાજ્યમાંથી ચોમાસું વિદાય લઇ રહ્યું છે અને આ દરમિયાન વહેલી સવારે અને મોડી રાત્રે ગુલાબી ઠંડીનો અહેસાસ પણ થઇ રહ્યો છે. ત્યારે ઓક્ટોબર મહિનામાં વર્લ્ડકપની મેચ અને નવરાત્રીનો તહેવાર બંને છે. ત્યારે એવી ચર્ચા છે કે નવરાત્રી દરમિયાન વરસાદ પડશે અને વરસાદ ખૈલેયાઓના રંગમાં ભંગ પાડશે. હવામાન નિષ્ણાત અંબાબાલ પટેલ અનુસાર, વાવાઝોડા પહેલા એક પશ્ચિમી વિક્ષેપ આવી રહ્યો છે.
રાજયમાં 5થી 7 તારીખમાં વાદળછાયું વાતાવરણ તો 7થી 10 તારીખમાં વિક્ષેપને લીધે દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં ભારે હિમવર્ષા થવાની શક્યતા રહેશે અન કરા પડવાની પણ સંભાવના રહેશે. અંબાલાલ પટેલે કહ્યુ કે- પૂર્વીય દેશો તરફથી બેથી ત્રણ વાવાઝોડા ઉદભવી રહ્યા છે અને આ વાવાઝોડા પ્રચંડ સ્વરૂપ લઇને આવી શકે એમ છે.
પહેલુ વાવાઝોડું તો કદાચ ચીન તરફ જાય અને બીજા બે સ્ટ્રોમ બંગાળના ઉપસાગરમાં આવવાની શક્યતા રહેશે. અંબાલાલ પટેલે આગળ જણાવ્યુ કે, 12થી 15 તારીખમાં ચીનના બે સ્ટ્રોમની અસર બંગાળના ઉપસાગરમાં આવવાની શક્યતા રહેશે અને અરબ સાગરમાં પણ હલચલ જોવા મળશે, જેને કારણે હવામાનમાં ભારે ફેરફાર થશે.
અંબાલાલ પટેલ અનુસાર, બીજા વાવાઝોડાની અસર ઓડિશા, આંધ્રપ્રદેશ અને દક્ષિણ પૂર્વીય તટો પરથી ગુજરાત તરફ આવી શકે એવી શક્યતા છે. 17થી 20 તારીખમાં ગુજરાતનું હવામાન પલટાવવાની શક્યતા રહેશે. નવરાત્રિના મધ્ય ભાગમાં વરસાદ થવાની શક્યતા અને ત્રીજા વાવાઝોડાની અસર 26 ઓક્ટબર પછી થવાની શક્યતા રહેશે.
હવેથી રોજ તમારું દૈનિક રાશિફળ, મજેદાર જોક્સ, સુવિચાર તથા લેટેસ્ટ ન્યુઝ સીધા જ તમારા મોબાઈલમાં મેળવવા 👉 અહીં ક્લિક કરીને જોડાઓ ગુજ્જુરોક્સ વૉટ્સએપ ચેનલમાં