આજે ગુજરાતના આ વિસ્તારોમાં ગાજવીજ સાથે થશે વરસાદ! જાણો હવામાન અંગેની આગાહી
હાલ ગુજરાત સમેત સમગ્ર દેશભરમાં કાળઝાળ ગરમી પડી રહી છે. જો કે આ વચ્ચે રાહત મળે એવી હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી છે. તેમણે કહ્યું કે આગામી દિવસોમાં પ્રિ-મોન્સુન એક્ટિવટી વધારે જોર પકડશે, રાજ્યમાં આંધી અને વંટોળ સાથે વરસાદ થશે. અંબાલાલે કહ્યું દક્ષિણ ગુજરાતમાં સારો વરસાદ થશે. 4 જૂન સુધીમાં નડિયાદ, વડોદરા, આણંદ, ધંધુકા, ભાવનગર અને દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદની આગાહી અંબાલાલ પટેલ દ્વારા કરાઇ છે.

જૂનથી સપ્ટેમ્બર 2024 દરમિયાન ભારતમાં સામાન્ય કરતાં વધુ વરસાદ વરસશે. રાજ્યના હવામાનમાં આંશિક પલટો થયાનો અનુભવ થઇ રહ્યો છે. હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રના મોસમ વૈજ્ઞાનિક અનુસાર, સોમવારે ગુજરાતનું તાપમાન ફોલિંગ ટેન્ડેન્સીમાં રહ્યુ. આગામી દિવસોમાં મહત્તમ વિસ્તારોમાં એકથી બે ડિગ્રીનો ઘટાડો નોંધાશે. જો કે, હજી ઉત્તર ગુજરાતમાં બેથી ત્રણ દિવસ સુધીમાં મહત્તમ તાપમાન યથાવત રહેશે. આ ઉપરાંતના વિસ્તારોમાં તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રી ઘટાડો નોંધાઇ શકે છે.

આ ઉપરાંત તેમણે 31 મે સુધીમાં ગુજરાતના અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી પણ કરી છે. તેમણે જણાવ્યુ, આગામી પાંચ દિવસમાં દરિયાકાંઠાના વિસ્તારોમાં હોટ અને હ્યુમિડ વાતાવરણની સ્થિતિ બનશે તેમજ ડિસકમ્ફર્ટની સ્થિતિ પણ રહેવાની આગાહી તેમણે કરી છે. આગામી પાંચ દિવસ ગુજરાતમાં વરસાદની કોઇ આગાહી નથી. જો કે, હવામાન શુષ્ક રહેશે. રાજ્યના મહત્તમ ભાગોમાં ત્રણ દિવસ 25થી30 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઇ શકે છે.

28 મેના આંધી વંટોળનુ પ્રમાણ વધુ રહેશે. 31 મે સુધી દક્ષિણ ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા તેમણે વ્યક્ત કરી છે. દક્ષિણ ગુજરાતના આહવા, ડાંગ અને સુરત તથા સૌરાષ્ટ્રના ભાગોમાં 31 મે સુધીમાં વરસાદ થવાની શક્યતા રહેશે. તેમજ રોહિણી નક્ષત્રમાં વરસાદ થશે. રેમલ વાવાઝોડાનો ભેજ અને અરબ સાગરના ભેજના કારણે 4 જુન સુધીમાં આંધી વંટોળ સાથે પ્રી-મોનસુન એક્ટિવિટી થવાની શક્યતા રહેશે. આ ઉપરાંત અરબી સમુદ્ર અને બંગાળના ઉપસાગરમાં 8 જૂનથી ડીપ ડીપ્રેશન બનવાની શક્તા રહેશે.

જ્યારે 8થી14 જુન સુધીમાં અરબી સમુદ્રમાં વાવાઝોડુ બનવાની શક્યતા છે. સૌરાષ્ટ્રના ભાગોમાં અને દક્ષિણ ગુજરાતમાં 7થી14 જુન સુધી ચોમાસાનો વરસાદ થવાની શક્યતા છે. એવું કહેવાઇ રહ્યુ છે કે ચાલુ વર્ષે ચોમાસુ સારું રહેવાના સંકેતો મળી રહ્યા છે. આ ઉપરાંત ગુજરાતમાં ચોમાસુ સમય કરતા વહેલું બેસવાનું પણ અનુમાન છે.
