ગુજરાતનાં જાણિતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલને આજે કોઈ ઓળખની જરુર નથી, કારણ કે લગભગ સૌ કોઈ તેમના નામને જાણે છે. હવામાનમાં જો કાંઈ ફેરફાર થાય તો પણ સૌપ્રથમ અંબાલાલ પટેલની આગાહીની લોકો રાહ જોતા હોય છે.
અંબાલાલ પટેલે તેમની પહેલી આગાહી વર્ષ 1980માં કરી હોવાની સામે આવ્યુ છે. ત્યારથી લઈને અત્યાર સુધી તેઓ તમામ ઋતુની આગાહી કરતા આવ્યા છે.
ગરમી હોય ઠંડી હોય કે પછી ચોમાસું હોય તેઓ તમામ સીઝનમાં આગાહી કરતા હોય છે અને તેમની ઘણી આગાહીઓ સાચી પણ પડે છે.જો કે હાલમાં તેઓ તેમની આગાહીને લઇને પણ તબિયતને લઇને ચર્ચામાં છે, અંબાલાલ ICUમાં હોવાની સોશિયલ મીડિયા પર અફવા ચાલી રહી છે. જોકે ગુજરાત ફર્સ્ટે અંબાલાલ પટેલ સાથે વાત કરી છે અને તેઓ એકદમ સ્વસ્થ અને સુરક્ષિત છે.