બસ હવે થોડા દિવસ સહન કરી લો ગરમી, પછી મળી જશે રાહત, હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે કરી દીધી આગાહી.. જુઓ
Ambalal Patel Gujarat Weather : હાલ ગુજરાતમાં કાળઝાળ ગરમી પડી રહી છે, છેલ્લા થોડા દિવસથી ઘણા શહેરોમાં પારો 45 ડિગ્રીને પણ વટાવી ગયો છે, ત્યારે આવી ગરમીની મોસમમાં લોકો બીમાર પણ એટલા જ પડી રહ્યા છે. મોટાભાગના લોકો આવી ગરમીમાં ઘરમાંથી બહાર નીકળવાનું પણ પસંદ નથી કરી રહ્યા, ત્યારે હવે લોકો ગરમી ઓછી થાય તેની રાહ જોઈને બેઠા છે. એવામાં ગુજરાતના હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે આગાહી કરતા ગુજરાતમાં ગરમીનું પ્રમાણ ક્યારે ઓછું થશે તેમ જણાવ્યું છે.
અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે 26 મે બાદ રાજ્યમાં ક્રમશઃ ગરમીમાં ઘટાડો થતો જોવા મળશે. આ ઉપરાંત તેમને એમ પણ જણાવ્યું કે 27થી 29 મે સુધીમાં લોકોને ગરમીથી રાહતનો અનુભવ થવાનો છે. અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે મધ્ય ગુજરાતમાં 43 ડિગ્રી તાપમાન નોંધાશે અને 4 જૂન બાદ 41 ડિગ્રી તાપમાન જોવા મળી શકે છે.
અંબાલાલના જણાવ્યા અંસુઅર 8 જૂનથી દરિયામાં પવન બદલાશ અને મેના અંતમાં અને જૂનના પહેલા સપ્તાહમાં અરબી સમુદ્રમાં હલચલ જોવા મળશે, જેના કારણે ચોમાસુ ધીમે ધીમે આગળ વળશે. અંબાલાલે એમ પણ જણાવ્યું કે 7 જૂનથી 14 જૂન દરમિયાન ચોમાસુ બેસી જશે આ સાથે સાથે ગુજરાતમાં 14થી 28 જૂન વચ્ચે એટલે કે સમય કરતા વહેલું ચોમાસુ બેસી જવાની આગાહી પણ તેમને કરી છે.