હાલ તો અમદાવાદ સહિત ગુજરાતમાં મેઘરાજાએ માજા મૂકી છે, ત્યારે આ વચ્ચે અંબાલાલે રાજ્યમાં આગામી 48 કલાક ભારેથી અતિભારે વરસાદની આગાહીકરી છે, જેમાં ઉત્તર ગુજરાત સહિતના ગુજરાતના ભાગોનો સમાવેશ થાય છે. અંબાલાલ પટેલે ઓગષ્ટના અંતની સાથે સપ્ટેમ્બરની શરુઆતમાં તોફાની વરસાદ થવાની સંભાવનાઓ વ્યક્ત કરી છે.
અંબાલાલે જણાવ્યુ, 24, 25 અને 26 તારીખ દરમિયાન ગુજરાતના અલગ-અલગ ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતાઓ છે. આ સિવાય કેટલાક ભાગોમાં પૂર જેવી સ્થિતિનું નિર્માણ પણ થઇ શકે છે જેને લઇને જન-ધનને નુકસાન થઈ શકે છે. કેટલીક સિસ્ટમ બનવાની સાથે તેની અસરથી વરસાદ થવાની આગાહી અંબાલાલે કરી છે.
28 ઓગસ્ટ આસસપાસ બંગાળના ઉપસાગરમાં સિસ્ટમ બનશે જે સિસ્ટમનો માર્ગ લગભગ મધ્યપ્રદેશ સુધી અને ગુજરાત સુધી રહેવાની શક્યતાઓ છે. આ પછી સપ્ટેમ્બરમાં પણ વરસાદી માહોલ યથાવત રહેશે તેવી આગાહી કરાઇ છે. સપ્ટેમ્બરની શરુઆતમાં 6 તારીખ આસપાસ બંગાળના ઉપસાગરમાં સિસ્ટમ બનવાની શક્યતાઓ છે જેનો માર્ગ ગુજરાત તરફ રહી શકે છે.”