હાલ સમગ્ર ગુજરાતમાં એકતરફ કોરોનાનો હાહાકાર અને બીજી તરફ રાજયમાં કેટલીક જગ્યાએ પડતો કમોસમી વરસાદ… આગામી દિવસોમાં ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છના ભાગોમાં પ્રિ-મોન્સુન એક્ટિવિટીના લીધે વરસાદ થશે. જેમાં પૂર્વ ગુજરાતના ભાગો, અરવલ્લી, ઉત્તર ગુજરાતના ભાગો તેમજ મધ્ય ગુજરાતના ભાગોમાં વરસાદ થવાની શક્યતા છે.

તા.7મી મેથી 14મી મે વચ્ચે કચ્છના ભાગો તેમજ રાજસ્થાનના ભાગોમાં ધૂળકટ થશે, તેમ અંબાલાલ પટેલે જણાવ્યું છે. તા.7મીમે થી 14મી મે વચ્ચે ઉત્તર ગુજરાતના ભાગોમાં ધૂળકટ થવાની શકયતા છે.

ઉપરાંત બંગાળના ઉપસાગરના ભેજના કારણે તેમજ અરબી સમુદ્રના ભેજના કારણે પ્રિ-મોન્સુન એક્ટિવિટી જોર પકડશે. જેમાં ઓરિસ્સાના ભાગો, મધ્ય મહારાષ્ટ્રના ભાગો, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોમાંગાજવીજ સાથે વરસાદ થવાની શકયતા છે. ઘણી વખત દિવસના ભાગમાં એકદમ અંધારું થઈ જાય તેવા વાદળો આવશે.