ગુજરાતીઓ સાવધાન ! આ તારીખ સુધી રાખજો તમારા સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન, નહિ તો ફસાઈ શકો છો મોટી મુસીબતમાં… જાણો અંબાલાલ પટેલની આગાહી
ગુજરાતમાં છેલ્લા થોડા દિવસથી વાતાવરણમાં ભારે પલટો જોવા મળી રહ્યો છે. ગઈકાલે ઠેર ઠેર વરસાદ પણ વરસ્યો હતો. સાથે હજુ આગામી દિવસોમાં પણ માવઠાની આગાહી કરવામાં આવી છે. હજુ શિયાળો પૂર્ણ થઈને ઉનાળાની શરૂઆત થઇ છે. ત્યારે આવા સમયે માવઠું અને વાદળછાયું વાતાવરણ લોકોના સ્વાસ્થ્ય પર પણ અસર કરી રહ્યું છે.
ત્યારે આ મામલે હવે ગુજરાતના હવામાન વિદ અંબાલાલ પટેલે રોગચાળાને લઈને મોટી આગાહી કરી છે. ન્યુઝ 18 ગુજરાતી સાથે વાતચીતમાં અંબાલાલ પટેલે જણાવ્યું કે, “રોગચાળો વધી રહ્યો છે. સુર્ય વિશ્વ સંપાદિત નિમિતે 21 માર્ચથી આવશે. ધીમે ધીમે ગરમી વધશે. ગરમીના કારણે કફ અને વસંત ઋતુમાં વાયુ પ્રમાણ વધતું હોય છે.”
તેમણે આગળ એમ પણ જણાવ્યું કે, “18 માર્ચથી 20મી એપ્રિલ સ્વાસ્થય માટે કાળજી રાખવી જોઈએ. કારણ કે કફ, શ્વાસની તકલીફના રોગોમાં વધારો થાય છે. જેના કારણે લોકોએ 21 માર્ચથી 20 એપ્રિલ સુધી સ્વાસ્થ્ય માટે વિશેષ કાળજી રાખવી જોઈએ.” આ ઉપરાંત તેમણે વરસાદને લઈને પણ આગાહી કરી હતી.
અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે, “ગુજરાતમાં 19 માર્ચ સુધી વાદળછાયું વાતાવરણ રહેશે. અમુક વિસ્તારમાં માવઠુ થશે. 24થી 26 માર્ચના પણ દરિયામાં પવનની ગતિ તેજ રહેશે. ઉંચા મોજા ઉછળશે અને તેમને એપ્રિલની શરુઆતમાં પણ માવઠાની શક્યતા વ્યક્ત કરી છે. 8 મે પછી આંધીઓનુ પ્રમાણ વધશે.”