વરસાદ બાદ હવે અંબાલાલ પટેલની ઠંડીને લઈને ધુમાડા કાઢનારી આગાહી, બ્લેન્કેટ અને સ્વેટર કાઢીને રાખજો, નહિ તો ઠુઠવાઈ જશો…

માળીએ ચઢાવી દીધેલા સ્વેટર અને ધાબળા કાઢી રાખજો, અંબાલાલ પટેલે ઠંડીના ચમકારા વિશે કરી ભયાનક આગાહી, આ તારીખોમાં આવશે થીજવી દેનારી ઠંડી

Ambalal Patel Cold Forecast : ગુજરાતમાં છેલ્લા થોડા દિવસથી ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે. દિવસે ગરમી જેવું વાતાવરણ હોય છે, પરંતુ રાત તથા જ ઠંડીનો માહોલ જામી જાય છે. બદલાતી ઋતુના કારણે લોકોના સ્વાસ્થ્ય પર પણ અસર પડી રહી છે. ત્યારે હવે ઠંડીને લઈને હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલની એક ચોંકાવનારી આગાહી પણ સામે આવી છે. અંબાલાલ પટેલે વેસ્ટન ડીસ્ટર્બન્સનો પણ વરતારો આપ્યો છે અને આગામી સમયમાં ઠંડી કેવી રહેશે તે પણ જણાવ્યું છે.

ગુજરાતમાં રહેશે વાદળ છાયુ વાતાવરણ :

આગામી સમયમાં ઠંડીની આગાહી કરતા અંબાલાલ પટેલે જણાવ્યું કે 14થી 16 નવેમ્બર દરમિયાન ચક્રવાત સક્રિય થશે જેના બાદ આ ચક્રવાતો ડિસેમ્બર સુધી રહેવાની શક્યતા છે. આ ઉપરાંત અંબાલાલ પટેલે એમ પણ જણાવ્યું કે બંગાળના ઉપસાગર અને અરબ સાગરમાં ભેજના કારણે ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ પણ રહેશે.

(પ્રતીકાત્મક તસવીર)

આ તારીખોમાં ઠંડીનો ચમકારો :

તેમને ઠંડી અંગે વાત કરતા જાણવ્યું કે શિયાળામાં એક પછી એક વેસ્ટન ડીસ્ટર્બન્સ આવતા જશે જેના પરિણામે રાજ્યમાં 22 ડિસેમ્બરથી ઠંડીનો માહોલ શરૂ થશે અને ખાસ જાન્યુઆરી મહિનામાં ભુક્કા બોલાવી દે તેવી ઠંડી પડવાની શક્યતા છે. અંબાલાલે એમ પણ જણવ્યું કે ફેબ્રુઆરીની શરૂઆતમાં ઠંડીની મોસામ જામશે અને 22 ડિસેમ્બરથી 12 ફેબ્રુઆરી દરમિયાન ઠંડીનો જોરદાર ચમકારો જોવા મળશે.

(પ્રતીકાત્મક તસવીર)

વરસાદની કોઈ શક્યતા નથી : 

તો બીજી તરફ હવામાન વિભાગની વેબસાઈટ પર નજર કરીએ તો રાજ્યમાં આગામી 5 દિવસો સુધી વરસાદને લઈને કોઈ આગાહી કરવામાં આવી નથી, સમગ્ર રાજ્યમાં સુક્કું વાતાવરણ રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે, આ ઉપરાંત રાજ્યમાં લઘુત્તમ તાપમાન પણ 18 ડિગ્રી સુધી રહેશે. હાલ દિવાળીના તહેવારો બાદ રાજ્યમાં ઠંડીનો સામાન્ય ચમકારો પણ જોવા મળી રહ્યો છે અને આગામી દિવસોમાં ઠંડી વધવાની પણ શક્યતા છે.

Niraj Patel