સાતમ આઠમ ઉપર ફરવા જવાનો પ્લાન બનાવ્યો હોય તો પહેલા જોઈ લેજો અંબાલાલ પટેલની આ આગાહી, નહિ તો પછતાશો, જુઓ ક્યાં મેઘરાજા બોલાવશે ધબધબાટી

ગુજરાતમાં છેલ્લા થોડા સમયથી વાદળછાયું વાતાવરણ છે, ઘણા બધા જિલ્લાઓમાં ધોધમાર તો ક્યાંક છૂટો છવાયો વરસાદ વરસી રહ્યો છે. વળી આ સમય રજાઓનો હોવાના કારણે ઘણા લોકો ફરવા માટે પણ જઈ રહ્યા છે. ત્યારે વરસાદના કારણે ફરવાની મજા પણ બગડી જતી હોય છે, ત્યારે હવે સાતમ આઠમ પર વરસાદને લઈને હવામાન વિદ અંબાલાલ પટેલની આગાહી સામે આવી છે.

અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે સાતમ આઠમની રજાઓની તારીખોમાં જ એટલે કે 17 ઓગસ્ટથી 21 ઓગસ્ટ વચ્ચે બંગાળની ખાડીમાં ઉત્પન્ન થયેલ સક્રિય સિસ્ટમ જે ગુજરાત તરફ આગળ વધી રહી છે, જેના કારણે ગુજરાતમાં અતિભારે વરસાદ વરસશે. ગુજરાતમાં સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસી શકવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

તો બીજી તરફ હવામાન વિભાગ દ્વારા પણ રાજ્યમાં આગામી 2 દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે પાટણ, બનાસકાંઠા, દ્વારકા, કચ્છ, પોરબંદર, જામનગરમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે, તો સાથે જ અમદાવાદમાં પણ હળવાથી સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંત હવામાન વિભાગના જણાવ્યા અનુસાર તહેવારો બાદ વરસાદનું જોર ઘટશે.

ઉલ્લેખનીય છે કે છેલ્લા 3-4 દિવસથી ગુજરાતમાં ઘણી જગ્યાએ વરસાદ વરસી રહ્યો છે અને આ સાથે જ અંબાલાલ પટેલ અને હવામાન વિભાગની આગાહીના કારણે  બે દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સુચના પણ આપવામાં આવી છે. ગુજરાતમાં થયેલા સારા એવા વરસાદના કારણે ખેડૂતો પણ ઉત્સાહમાં છે.

Niraj Patel