ગુજરાતમાં આ તારીખથી જામશે વરસાદનો ત્રીજો રાઉન્ડ, અંબાલાલ પટેલે કરી વરસાદને લઈને મોટી આગાહી, જાણો શું કહ્યું ?

વરસાદનો બીજો રાઉન્ડ પુરો થઇ ગયો હવે અંબાલાલ પટેલે ફરી વરસાદને લઈને કરી આગાહી, ઓગસ્ટ મહિનામાં પણ….

ગુજરામતા છેલ્લા થોડા દિવસથી વરસાદે વેગ પકડ્યો છે અને ઠેર ઠેર ધોધમાર વરસાદ પણ વરસી રહ્યો છે. રાજ્યમાં અત્યાર સુધીમાં સરેરાશ 69.75 ટકા વરસાદ પણ નોંધાઈ ચુક્યો છે, ત્યારે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર તા. 28 જુલાઈના રોજ વરસાદનું જોર ઘટી શકે છે, સાથે જ આ સમય દરમિયાન વાદળછાયું વાતાવરણ પણ બનેલું રહેશે આ સાથે રાજયમાં છુટાછવાયા વરસાદના સામાન્ય ઝાપટા પડતા રહેશે.

તો બીજી તરફ વરસાદને લઈને હવામાન વિદ અંબાલાલ પટેલે પણ વરસાદના ત્રીજા રાઉન્ડને લઈને મોટી આગાહી કરી છે. અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર ઓગસ્ટ મહિનામાં પણ ભારે વરસાદ થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. તેમના જણાવ્યા અનુસાર 2 ઓગસ્ટથી લઈને 4 ઓગસ્ટ સુધી ભારે વરસાદનો યોગ રહેલો છે.

તો વરસાદની આગાહીને લઈને હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે કે તાપમાન એકથી બે ડ્રિગ્રી વર્ષે જે 34 ડિગ્રી સુધી જશે, જેના બાદ બીજી ઓગસ્ટથી ગુજરાતમાં વરસાદનું જોર વધશે. હવામાન વિભાગ અને અંબાલાલ પટેલની આગાહી અનુસાર ઓગસ્ટ મહિનાના શરૂઆતના દિવસોમાં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે રાજ્યમાં સીઝનનો 69.75 ટકા વરસાદ નોંધાઈ ગયો છે. જેમાં સૌથી વધારે  કચ્છમાં 117.16 ટકા સરેરાશ વરસાદ નોંધાયો છે. તો ઉત્તર ગુજરાતમાં 55.77 ટકા, મધ્ય પૂર્વ ગુજરાતમાં 60.38 ટકા, સૌરાષ્ટ્રમાં 61.32 ટકા અને દક્ષિમ ગુજરાતમાં 81.92 ટકા વરસાદ નોંધાયો છે.

Niraj Patel