ખબર

ગુજરાતમાં આ તારીખથી વરસાદ ઘટશે અને આ તારીખથી પુનઃ પધરામણી થશે, તૈયાર થઇ જાઓ

આ તારીખથી ફરીથી આવી રહી છે મેઘરાજાની સવારી, ફરવા જવાનો પ્લાન બનાવ્યો હોય તો કેન્સલ કરી નાખજો, અંબાલાલ પટેલે કરી મોટી આગાહી

ગુજરાતની અંદર ઠેર ઠેર સારો એવો વરસાદ વરસી રહ્યો છે, મોટાભાગના વિસ્તારની અંદર મેઘરાજાની મહેર પણ જોવા મળી રહી છે, આજે ગુરુવારના રોજ પણ ગુજરાતના ઘણા બધા વિસ્તારોમાં ભારે વરસાદ છે તો દક્ષિણ ગુજરાતમાં પણ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ત્યારે આ બધા વચ્ચે હવે હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલની વધુ એક આગાહી સામે આવી છે.

અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં બે દિવસ દરમિયાન ભારે વરસાદ વરસી શકે છે, આ ઉપરાંત આવતીકાલે પણ સાર્વત્રિક વરસાદ થવાની સંભાવના તેમના દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. તેમના જણાવ્યા અનુસાર 16 જુલાઈથી રાજ્યની અંદર વરસાદનો જોર ઘટશે અને 22 જુલાઈથી રાજ્યમાં ફરીથી વરસાદ વરસી શકે છે.

અંબાલાલના જણાવ્યા અનુસાર 22 જુલાઈથી લઈએં 30 જુલાઈ સુધી રાજ્યના અલગ અલગ વિસ્તારમાં ભારે વરસાદ થવાની સંભાવના છે, આ સાથે જ તેમને એમ પણ જણવ્યું કે 24 જુલાઈથી લઈને 26 જુલાઈ સુધી દરિયાકાંઠાના વિસ્તારમાં ભારે પવન ફૂંકાઈ શકે છે. અંબાલાલે એમ પણ જણાવ્યું કે 20 જુલાઈ બાદ જો રાજ્યમાં ભારે વરસાદ આવશે તો તેના કારણે ખેડૂતોને પણ ફાયદો થશે.

તો બીજી તરફ હવામાન વિભાગ દ્વારા પણ આગામી 5 દિવસ દરમિયાન રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી હ્ચે. અત્યાર સુધી સમગ્ર ગુજરાતની અંદર 46.70% જેટલો વરસાદ નોંધાઈ ચુક્યો છે. તો સૌથી વધુ કચ્છમાં 97.54 %, ઉત્તર ગુજરાતમાં 26.25%, પૂર્વ મધ્ય ગુજરાતમાં 37.92%, સૌરાષ્ટ્રમાં 47.23% અને દક્ષિણ ગુજરાતમાં 57.36% વરસાદ નોંધાયો છે.