અંબાલાલની વરસાદને લઇને આગાહી ! આ તારીખથી ચોમાસુ થશે સક્રિય… તેજ ગતિએ પવન ફૂંકાવવાની પણ કરી આગાહી
દક્ષિણ ગુજરાતમાં વરસાદની એન્ટ્રી થઇ ગઇ હોય એમ લાગી રહ્યુ છે, જો કે હજુ પણ મોટાભાગના વિસ્તારો વરસાદની રાહ જોઇ રહ્યા છે ત્યારે આ વચ્ચે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે, જે રાહત આપી રહી છે. અંબાલાલે કહ્યું કે ખેડૂતોએ ચિંતા કરવાની જરા પણ જરુર નથી. આગામી 17 જૂનથી ચોમાસુ સક્રિય થશે. આ ઉપરાંત અંબાલાલે 17થી22 જૂન સુધીની પણ વરસાદની આગાહી કરી છે.
આ સાથે આ દરમિયાન પવન પણ તેજ ગતિએ ફૂંકાવવાની આગાહી કરી છે. અંબાલાલ પટેલ અનુસાર, હાલમાં રાજ્યના કેટલાક ભાગોમાં છૂટો છવાયો વરસાદ પડતો રહેશે રણ 17થી22 સુધી જે વરસાદ પડશે તે ભારે પવન સાથે હશે. જેમાં કેટલાક સ્થળોએ વૃક્ષો પડવાની અને કાચા મકાનોના છાપરા ઉડી જવાની પણ શક્યતા તેમના દ્વારા વ્યક્ત કરાઇ છે.
તેમણે જણાવ્યુ કે આ વખતે કેરળમાં ચોમાસું સમય કરતા બે દિવસ વહેલુ અને ગુજરાતમાં પાંચ દિવસ વહેલુ આવી ગયુ છે. પણ ચોમાસાની એન્ટ્રી થયા બાદ તે નબળુ પડ્યુ છે અને હાલ દક્ષિણ ગુજરાતને બાદ કરતા ક્યાંય નોંધપાત્ર વરસાદ જોવા મળ્યો નથી.