ખેલૈયાઓના ખેલમાં પડશે ખલેલ, પહેલા નોરતે જ મેઘરાજા પણ ગરબા રમવા આવશે, નવરાત્રીમાં વરસાદને લઈને અંબાલાલ પટેલની ચોંકાવનારી આગાહી
હવેથી રોજ તમારું દૈનિક રાશિફળ, મજેદાર જોક્સ, સુવિચાર તથા લેટેસ્ટ ન્યુઝ સીધા જ તમારા મોબાઈલમાં મેળવવા :point_right: અહીં ક્લિક કરીને જોડાઓ ગુજ્જુરોક્સ વૉટ્સએપ ચેનલમાં
Ambalal forecast for Navratri rains : છેલ્લા થોડા દિવસથી ગુજરાતના ઘણા બધા વિસ્તારોમાં વરસાદની આવન જાવન ચાલુ જ છે. ગઈકાલે પણ ઘણા બધા વિસ્તારોમાં છુટા છવાયા ઝાપટા અને ભારે વરસાદ પણ વરસ્યો. ત્યારે હવે નવરાત્રીનાતહેવારમાં પણ ગણતરીના દિવસો જ બાકી રહી ગયા છે અને આયોજકો પણ એ મૂંઝવણમાં છે કે નવરાત્રીની તૈયારીઓ કેવી રીતે કરવી. ત્યારે આ દરમિયાન હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે પણ વરસાદને લઈને મોટી આગાહી કરી છે.
ખેલૈયાઓના ખેલમાં પડશે ખલેલ :
અંબાલાલ પટેલની આ આગાહીના કારણે ખેલૈયાઓ અને આયોજકો પણ મુશ્કેલીમાં મુકાયા છે. ગુજરાતમાં થતો નવરાત્રીનો તહેવાર આખી દુનિયામાં પ્રચલિત છે. ત્યારે વર્ષમાં એક જ વાર આવતા તહેવારને લઈને ગુજરાતીઓ ખુબ જ ઉત્સાહિત પણ હોય છે. પરંતુ અંબાલાલ પટેલની આગાહીએ બાદ લાગી રહ્યું છે કે વરસાદ આ વર્ષે રંગમાં ભંગ પાડશે. અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર પહેલા નોરતે જ ગુજરાતના અનેક સ્થળો પર વરસાદ વરસી શકે છે.
ભારત અને પાકિસ્તાનની મેચ પર પણ સંકટ :
તેમને જણાવ્યું કે, “7 ઓક્ટોબર બાદ બંગાળ-અરબ સાગરમાં વરસાદી સિસ્ટમ બનશે. 7 ઓક્ટોબર બાદ રાજ્યના કેટલાક ભાગોમાં હળવા વરસાદની શક્યતા છે. દશેરા દરમિયાન પણ વરસાદની આગાહી છે. નવરાત્રી દરમિયાન મહારાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રમાં હળવા વરસાદની આગાહી છે. તો નવરાત્રી દરમિયાન રાજ્યના કેટલાક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહેશે.” આ ઉપરાંત તેમને ભારત – પાકિસ્તાનની મેચમાં પણ વાદળછાયા વાતાવરણની આશંકા વ્યક્ત કરી છે.
દિવાળીમાં પણ વરસાદ :
આ ઉપરાંત અંબાલાલ પટેલે નવરાત્રી જ નહિ દિવાળીમાં પણ વરસાદ થવાની શક્યતા વ્યક્ત કરી છે. અંબાલાલે આગાહી કરતા જણાવ્યું કે નવા વર્ષમાં પણ વરસાદ થઇ શકે છે. આ ઉપરાંત તેમને વાવાઝોડાની પણ આગાહી કરતા જણાવ્યું કે, “ઓક્ટોબરમાં ભયાનક વાવાઝોડું ત્રાટકી શકે છે. ગુજરાત પર પણ આ વિનાશક વાવાઝોડાની અસર જોવા મળશે. આ સમયે બંગાળાનું ચક્રવાત પ્રતિ કલાક 150 kmph ની ઝડપે ફૂંકવાની શક્યતા છે. આ વાવાઝોડાની અસર મધ્યપ્રદેશના ભાગોમાં થઇ ગુજરાતને પણ અસર કરશે.”
હવેથી રોજ તમારું દૈનિક રાશિફળ, મજેદાર જોક્સ, સુવિચાર તથા લેટેસ્ટ ન્યુઝ સીધા જ તમારા મોબાઈલમાં મેળવવા :point_right: અહીં ક્લિક કરીને જોડાઓ ગુજ્જુરોક્સ વૉટ્સએપ ચેનલમાં