ફરી ગુજરાત થશે પાણી પાણી… હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલની આવી ભયાનક આગાહી સામે, જાણો ક્યાં વિસ્તારમાં થશે વધુ વરસાદ

આજથી ગુજરાતમાં શરૂ થશે વરસાદી માહોલ, અંબાલાલ પટેલે કરી હોશ ઉડાવી દેનારી આગાહી, જુઓ શું કહ્યું ?

Ambalal Forecast 16 to 18 sep : છેલ્લા ઘણા સમયથી ગુજરાતમાં વરસાદે એકદમ વિરામ લઇ લીધો હતો, પરંતુ છેલ્લા 3-4 દિવસથી ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં વાદળ છાયા વાતાવરણ સાથે સાથે છુટાછવાયા ઝાપટા પણ પડી રહ્યા છે.  ત્યારે હવે હવામાન વિભાગ દ્વારા પણ આગામી થોડા જ દિવસમાં વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે, આ ઉપરાંત ગુજરાતના હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે પણ વરસાદને લઈને મોટી આગાહી કરી છે.

આ વિસ્તારમાં થશે વરસાદ :

ત્યારે બંગાળની ખાડીમાં લો પ્રેશર સર્જાવવાના કારણે આજે અને 17 સપ્ટેમ્બરના રોજ રાજ્યના ઘણા બધા શહેરોમાં વરસાદ થવાની સંભાવના છે. હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે અમદાવાદ સહિત વડોદરા, પંચમહાલ, પોરબંદર, જામનગર, દેવભૂમિ દ્વારકા, રાજકોટ, હળવદ, સુરેન્દ્રનગરનાં અનેક ભાગોમાં ભારે વરસાદ થશે. વરસાદનાં લીધે નર્મદાનાં જળસ્તરમાં પણ વધારો થશે. અંબાલાલે આજથી 4 દિવસ સુધી ગુજરાતમાં વરસાદ થવાની આગાહી કરી છે.

હવામાન વિભાગની આગાહી :

અંબાલાલ પટેલે આગાહીમાં એમ પણ જણાવ્યું કે સૌરાષ્ટ્રમાં પણ ભારેથી અતિભારે વરસાદ થશે, ભારેથી અતિભારે વરસાદની આગાહી હોઈ આગામી 3 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે. તેમજ આ દિવસોમાં 40 કિમીની ઝડપે પવન ફૂંકાવવાની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે. આ ઉપરાંત હવામાન વિભાગ દ્વારા પણ જણાવવામાં આવ્યું છે કે દરિયામાં વરસાદી સિસ્ટમ સક્રિય થઇ હોવાના કારણે 16થી 18 સપ્ટેમ્બર સુધી વરસાદ થશે.

આજે સવારથી જ વાદળ છાયું વાતવરણ :

હવામાન વિભાગ દ્વારા પણ 16 સપ્ટેમ્બરે છોટાઉદેપુર, નર્મદા, ડાંગમાં અને 17 સપ્ટેમ્બરે આણંદ, પંચમહાલ, દાહોદ અને તાપીમાં વરસાદ ની શકયતા વ્યક્ત કરવામાં આવી છે. આ ઉપરાંત 18 સપ્ટેમ્બરે અમરેલીમાં ભારે અને અમદાવાદમાં હળવા વરસાદની સંભાવના વ્યક્ત કરાઈ રહી છે. ત્યારે હાલ ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં આજે વહેલી સવારથી જ વાદળ છાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. તો કેટલાક જગ્યાએ ઝાપટા પણ પડી રહ્યા છે.

Niraj Patel