લાંબા સમયના વિરામ પછી અમદાવાદમાં ફરી એકવાર વરસાદની ગઈકાલે ધમાકેદાર એન્ટ્રી થઈ છે. SG હાઇવે પર ખુબ જ ધોધમાર વરસાદ શરૂ થયો છે. વીજળીના કડાકા સાથે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે.

આજે ભર બપોરે સમી સાંજ થઇ ગઈ હોય એવું દેખાતું હતું.. આ ઉપરાંત સાયન્સ સિટી, સરખેજ, આનંદનગર, સોલા, પ્રહલાદનગર, જશોદાનગર, હાટકેશ્ર, પકવાન ચાર રસ્તા, શીલજ, બોડકદેવ, વેજલપુર, વસ્ત્રાલ, બોપલ, જીવરાજ પાર્ક, સહિતના મોટા ભાગના વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે. ગાંધીનગર આસપાસના વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદ પડી રહ્યો છે.
હવે ફરી હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે મોટી આગાહી કરી છે. આવતા 42 કલાકમાં નોર્થ ગુજરાતમાં અનેક વિસ્તારમાં વરસા દવરસી શકે છે. તેમને જણાવ્યું કે પેલી સપ્ટેમ્બરથી સૌરાષ્ટ્રમાં પણ વરસાદ પડશે તે ઉપરાંત 2 સપ્ટેમ્બરના સૌરાષ્ટ્રના પશ્ચિમ ભાગોમાં વરસાદ વરસવાની સમભાવના કરવામાં આવી છે. તો બીજી તરફ 2 સપ્ટેમ્બરના દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ તો 6 થી 10 સપ્ટેમ્બર દરમિયાન નોર્થ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે.
આવતી 13 અને 14 સપ્ટેમ્બરે સુધી મોન્સૂન વેધર વધવાની સંભવાના દેખાઈ રહી છે. હવે આપણા ખેડૂતોના માથેથી ચિંતાના વાદળો હવે વરસાદ રૂપે વરસશે એવા સંકેત દેખાઈ રહ્યા છે. આપણા રાજ્યમાં વરસાદી માહોલ જામવાથી સરકાર સહિત ગુજરાતના લોકોએ રાહતનો શ્વાસ લીધો છે.

આજે વલસાડ જિલ્લાના બધા જ તાલુકાઓમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે. ઉમરગામમાં તો સવારથી બપોર સુધી 10 ઇંચ વરસાદ પડી ગયો છે. વાપીમાં 5 ઇંચ, કપરાડામાં 3 ઇંચ નોંધાયો છે. મધુબન ડેમમાં પાણીની આવકમાં વધારો થયો છે. આ ડેમના 5 દરવાજા 1 મીટર ખોલાયા છે. ડેમમાંથી 26 હજાર ક્યુસેક પાણી દમણગંગા નદીમાં છોડાયું છે.
અંબાજી મુખ બજારોની સડકો નદી નાળા જેવી બની છે. ત્યાં પણ મુશળધાર વરસાદ પડી રહ્યો છે. જ્યારે આજે અંબાજી મંદિરમાં ઘણા સમયથી વરસાદ ના આવતા યજ્ઞ યોજાતો હતો અને ચાલુ યજ્ઞએ વરસાદની જોરદાર એન્ટ્રી થઈ હતી. હવે વાત કરીએ ખેડા જિલ્લાની તો ખેડા અને માતર નગર અને ગ્રામીણ વિસ્તારમાં વરસાદ શરૂ થયો છે. છેલ્લા 1 કલાકથી મધ્યમ ગતિએ વરસાદ પડી રહ્ય છે.
હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે કચ્છમાં અને સૌરાષ્ટ્રમાં અને પણ ભારે વરસાદ થવાનો છે. આખા ગુજરાતમાં આગામી પાંચ દિવસ વરસાદ થશે. તો હવામાન વિભાગ દ્વારા સાઉથ ગુજરાતના માછીમારોને દરિયો ન ખેડવાની ચેતવણી આપવામાં આવી છે. આગામી ત્રણ દિવસ સુધી માછીમારોને દરિયો ન ખેડવાની અપીલ કરવામાં આવી છે. અમદાવાદ શહેરમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.

આમ જોઈએ તો ગુજરાતમાં અત્યાર સુધી ચોમાસાની સીઝન દરમિયાન કુલ 43.14 % વરસાદ પડ્યો છે. ગુજરાતમાં 14 તાલુકા એવા છે જેમાં 1000 મીમીથી વધુ વરસાદ થયો છે. 501-1000 મીમી વચ્ચે વરસાદ થયેલા તાલુકાની સંખ્યા 25 છે. તો 251-500 મીમી વરસાદ રાજ્યના 106 તાલુકામાં થયો છે. ઈમ્પોર્ટન્ટ વાત છે કે મોન્સૂન સીઝનની અડધી સીઝન પૂરી થયા બાદ પણ રાજ્યમાં હજુ 49 ટકા જેટલા વરસાદની ઘટ છે.
ગીર સોમનાથ, વેરાવળમાં પણ લાંબા વિરામ બાદ ધીમી ધીરે વરસાદનું આગમન થયું છે. આજે ત્યાં પણ ખેડૂતોમાં ખુશીનો માહોલ સર્જાયો છે. મગફળી સોયાબીન તુવેરનો પાક લાબા સમયથી વગર વરસાદે સુકાય રહ્યો હતો. અત્યારે તો ધીમીધારે વરસાદ સરૂ થતા સુકાઈ ગયેલો પાકને આજે નવું જીવન મળ્યું છે.