ખબર

ખિલખિલાટ કરતી જિંદગીમાં અચાનક એવો વળાંક આવી ગયો કે એક નર્સની જિંદગી બરબાદ થઈ ગઈ

આજે પ્રેમ કોને? કયારે? ક્યાં? થઇ જાય અને આ પ્રેમ કઈ હદ સુધી લઇ જશે એ કહેવું ખુબ જ મુશ્કેલ છે, પ્રેમમાં ઘણા લોકો પોતાના જીવ આપવાની વાતો કરતા હોય છે તો ઘણા લોકો પહોંતાનો જીવ આપીને પોતાનો પ્રેમ જતાવતા હોય છે. પરંતુ ઘણીવાર આંધળો પ્રેમ કરવાનું પરિણામ પણ ખરાબ આવતું હોય છે અને આવું જ કંઈક થયેલું જોવા મળ્યું એક પરણિત નર્સ સાથે.

Image Source

અંબાલા હરિયાણામાં રહેતી એક 33 વર્ષીય પરણિત યુવતી જે એક પી.એચ.સી. સેન્ટરમાં નર્સ તરીકે ફરજ બજાવતી હતી, તેને હોસ્પિટલમા જ કામ કરતા એક ટેક્નિશ્યન યુવક સાથે પ્રેમ થઇ ગયો હતો, ઘણા સમય સુધી બંને વચ્ચે વાતો થતી હતી, પરંતુ યુવકના લગ્ન નક્કી થયા હોવાની જાણ થતા જ બંને વચ્ચે ઝગડા શરૂ થયા હતા, અને આ ઝગડાનો અંત યુવતીએ પી.એચ.સી.માં નાઈટ શિફ્ટ દરમિયાન પંખા ઉપર લટકીને પોતાનો જીવ આપી આણ્યો હતો.

Image Source

12 વર્ષ પહેલા યુવતીના લવ મેરેજ થયા હતા, પરંતુ થોડા સમય બાદ તેનો પતિ ઓસ્ટ્રેલિયા ચાલ્યો ગયો હતો, તે ક્યારેક જ ભારત આવતો અને 2 કે ત્રણ દિવસ માટે જ રોકાતો હતો, પોતાના પતિના વિદેશ ગયા બાદ યુવતી એક પી.એચ.સી. સેન્ટરમાં કોંટ્રાક્ટ બેઝ ઉપર નોકરી શરૂ કરી હતી.

આ નોકરી દરમિયાન જ તેની ઓળખાણ અજય સાથે થઇ હતી અને અજય સાથે તે પ્રેમ સંબંધમાં પણ બંધાઈ હતી, અજય અપરણિત હતો, માટે પહેલા પણ તેને એકવાર સગાઇ કરી હતી પરંતુ યુવતીએ આ સગાઇ પણ તોડાવી હતી જેના કારણે યુવકે બીજીવાર યુવતીને જનવાયા વગર જ સગાઈ કરીને લગ્ન કરી લેવાનું નક્કી કર્યું હતું.

પરંતુ આ વાત યુવતીને માલુમ થઈ જતા, બંને વચ્ચે ઝગડા શરૂ થઈ ગયા હતા, બંને વચ્ચે લાંબી લાંબી ચેટિંગ પણ થતી હતી, યુવક તે યુવતીને ઘણું જ સમજાવતો પરંતુ યુવતી માનવા માટે તૈયાર થતી નહોતી. તેમની ચેટિંગ દરમિયાન પણ તે ઇન્જેક્શન લગાવવાની અને ફાંસી ઉપર લટકી જવાની વાતો કરતી હતી, યુવક તેને મેસેજ દ્વારા જ રોકવાના પ્રયત્નો કરતો હતો પરંતુ છેવટે યુવતીએ પી.એચ.સી.માં જ પોતાની જાતે જ ફાંસી લગાવી લીધી અને મૃત્યુને વહાલું કર્યું હતું.

તેના પ્રેમી ટેક્નિશ્યનને તેને આત્મહત્યા કરી હશે એવું લાગતા જ હોસ્પિટલ પહોંચી ગયો હતો અને દરવાજો તોડી તેને બીજી હોસ્પિટલમાં પણ લઇ ગયો હતો પરંતુ ત્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કરી હતી.

Image Source

આ યુવતીના પિતાએ પ્રેમી યુવક સાથે તેના પતિ અને સાસુ સસરા ઉપર પણ આત્મહત્યા માટે ઉપસાવવાની ફરિયાદ નોંધાવી છે, પોલીસ હાલ સમગ્ર મામલાની તપાસ કરી રહી છે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.