રસોઈ

આજે શીખી લો આંબળાનો મુરબ્બો કેવી રીતે બને તેની રીત, ને આ સીજનમાં જ બનાવી લો જો…હજી માર્કેટમાં આંબળા એકદમ સસ્તા ભાવે જ મળે છે..

અત્યારે માર્કેટમાં આંબળા ભરપૂર માત્રામાં ને એકદમ સસ્તાભાવે મળે છે. જેમાં વિટામીન સીનો સ્ત્રોત ભરપૂર માત્રામાં રહેલો છે. અને આંબળાના નિત્ય સેવનથી રોગપ્રતિકારક શક્તિમાં પણ વધારો થાય છે. તો ચાલો આજે એવા જ ગુણકારી એવા આંબળાનો મુરબ્બો બનાવીશું ..તો તેની રીત જોઈને તમે પણ જરૂર બનાવજો.

સામગ્રી

  • 300 ગ્રામ આંબળા,
  • 150 ગ્રામ ખાંડ,
  • 1 ચમચી એલાયચી પાઉડર
  • ને કટકો ફટકડી
  • 1 ગ્લાસ પાણી

    રીત

સૌથી પહેલા તો બજારમાંથી આંબળા લાવો ને તેને એકદમ સ્વચ્છ પાણીથી બે ત્રણ વાર ધોઈને સાફ કરો. પછી આંબળાના નાના નાના ચીરા પાડો ચપ્પાની મદદથી.

હવે એક તપેલીમાં પાણી લો ને તેને ઊકાળો ..એક કે બે ઉભરા આવે ત્યાં સુધી સરખું ગરમ કરો.
પછી એમાં સાચવીને બધા આંબળા નાખો. ને એમાં ફટકડી નાખો ને હલાવો.
હવે ગેસ બંધ કરો ને 40 કે 45 મિનિટ ઢાંકીને એમ જ રહેવા દો.હવે આંબળામાંથી બધુ જ પાણી કાઢી લો ને આંબળાને એકદમ કોરા કરવા માટે કોટનના કપડામાં પાથરી ને 6 ક્લાક માટે રાખી દો. કોટનનું કપડું ઉપર પણ ઢાંકી દો. જેથી માટી કે ધૂળ ચાલુ ચોટી જાય નહી.જો તડકામાં સુકવો તો 4 ક્લાક રાખવું.
પછી એક જાડા તળિયાવાળા વાસણમાં ખાંડ અને પાણી એક સરખા માપના લો ને તેની ચાસણી બનાવો, ચાસણી માત્ર ને માત્ર બધી ખાંડ ઓગળે ત્યાં સુધી જ કરવી.

પછી એમાં એલાયચી પાઉડર અને આંબળા નાખી ને ધીમે તાપે આંબળા ચઢી ના જાય તાયા સુધી ઢાંકી ને ઊકાળો. જો તમે ગેસ એકદમ ધીમો રાખો તો 20 મિનિટ માટે આ પ્રોસેસ કરવી ને હજી તમને આંબળા કડક લાગે તો પાંચ મિનિટ વધારે ગેસ પર ચઢવા દેવાના છે.
ઠંડો થાય એટલે એર ટાઈટ બરણીમાં ભરો ને 4 મહિના સુધી આંબળાનો મુરબ્બો ખાવાની મજા માણો.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks