ડેંગ્યુએ લીધા પરિવારના બે ભૂલકાઓના જીવ, મોટા દીકરાના અંતિમ સંસ્કાર બાદ સવારે નાના દીકરાએ પણ તોડ્યો દમ

ડેન્ગ્યુથી પરિવારના બે માસૂમોનું મોત, મોટા દીકરાના અંતિમ સંસ્કાર કરી પાછા જ ફર્યા હતા કે સવારે નાનાએ પણ તોડ્યો દમ

હવેથી રોજ તમારું દૈનિક રાશિફળ, મજેદાર જોક્સ, સુવિચાર તથા લેટેસ્ટ ન્યુઝ સીધા જ તમારા મોબાઈલમાં મેળવવા :point_right: અહીં ક્લિક કરીને જોડાઓ ગુજ્જુરોક્સ વૉટ્સએપ ચેનલમાં

Haryana Dengue Death: ગુજરાત સહિત દેશભરમાંથી ઘણીવાર બીમારીને કારણે મોતની ખબરો સામે આવતી રહે છે, પણ હાલમાં એક ખૂબ જ દુખદ ઘટના સામે આવી. ડેંગ્યુએ બે માસૂમ ભાઇઓનો જીવ લઇ લીધો. મોટા ભાઇની ચિતાની રાખ હજુ ઠંડી પણ નહોતી થઇ કે નાના ભાઇએ પણ દમ તોડી દીધો. આ ઘટના હરિયાણાના અંબાલા સિટીની છે. અહીં ડેંગ્યુને કારણે પરિવારના બે દીકરાઓએ જીવ ગુમાવ્યો.

પરિવારના બે માસૂમોનું મોત
જાણકારી અનુસાર, પરિવારજનોએ ગત રવિવારે જ મોટા દીકરાના અંતિમ સંસ્કાર કર્યા હતા, ત્યાં સોમવારે તો નાના દીકરાનું પણ મોત થઇ ગયુ. અંબાલામાં આ રીતની પહેલી ઘટના છે. બંને બાળકોના નામ સમર સાહુ અને સાર્થક હતા. સિટીના સુભાષ નગરના રહેવાસી 9 વર્ષિય સમર સાહુના પેટમાં દર્દ થયા પછી પરિવાર તેને લઇને સિવિલ હોસ્પિટલ ગયો. જ્યાં સારવાર પછી તેને રજા આપી દેવામાં આવી. પણ રાત્રે તેની તબિયત ખરાબ થઇ ગઇ.

મોટાના અંતિમ સંસ્કાર બાદ નાનાએ પણ તોડ્યો દમ
સવારે સમરને છાવનીની નાગરિક હોસ્પિટલ લઇને પરિવાર પહોંચ્યો, અને ત્યાં જરૂરી ટેસ્ટ કરાવવામાં આવ્યા, પણ બાદમાં તેને ચંડીગઢ રેફર કરાયો. ચંડીગઢના સેક્ટર 32 હોસ્પિટલમાં સમરને દાખલ કરાયો. અહીં સમરે શનિવારે સાંજે દમ તોડી દીધો. હજુ તો 18 સપ્ટેમ્બરે જ સમરનો જન્મદિવસ મનાવ્યો હતો અને આ દરમિયાન પરિવારે હવન પણ કરાવ્યુ હતુ અને નાની પાર્ટી પણ આપી હતી.

બાળકને ડેંગ્યુ નહોતો : અંબાલા સ્વાસ્થ્ય
જો કે, શનિવારે નાના દીકરા સાર્થક સાહુની પણ તબિયત બગડી અને પરિવાર તેને ચંડીગઢ લઇ ગયો. સાર્થકનું પણ સારવાર દરમિયાન મોત થઇ ગયુ. પરિવારે જ્યાં સમરના અંતિમ સંસ્કાર કર્યા, તો નાના દીકરા સાર્થકને દફનાવ્યો. ઘટના બાદ વિસ્તારમાં ગમનો માહોલ છે અને લોકો પરિજનોને સાંત્વના આપવા પહોંચી રહ્યા છે. જો કે, અંબાલા સ્વાસ્થ્ય વિભાગનું કહેવુ છે કે બાળકને ડેંગ્યુ નહોતો. જ્યારે હોસ્પિટલમાં તપાસ કરવામાં આવી તો સમરને ડેંગ્યુ થવાની પુષ્ટિ નહોતી થઇ.

Shah Jina