ખબર

80 વર્ષથી અન્ન-જળ લીધા વગર જીવતા ચુંદડીવાળા માતાજી દેવલોક પામ્યા, જયારે ડોક્ટરે રિસર્ચ કર્યું તો આવું થયેલું

પવિત્ર યાત્રાધામ અંબાજી ખાતે ચુંદડી વાળા માતાજી આજરોજ તારીખ 26 મે મંગળવારે બ્રહ્મલીન થયા છે. તમામ ભક્તો ને જણાવવાનુ કે એમનો પાર્થિવ દેહ આજ તારીખ 26 મે, મંગળવાર અને આવતીકાલ તારીખ 27 બુધવાર ના રોજ દર્શનાર્થે એમના ધામ અંબાજી ખાતે રાખવામાં આવશે. તારીખ 28 મે ગુરુવાર ના રોજ સવારે 8 આસપાસ સમાધી આપવામાં આવશે.

ચુંદડીવાળા માતાજી એટલે કે પ્રહલાદભાઇ જાનીએ ચરાડા ખાતે મધ્યરાત્રે દેહત્યાગ કર્યો હતો. હવે 28મેના રોજ અંબાજી ખાતે તેમને સમાધિ અપાશે. એવું કહેવાઈ છે કે છેલ્લા 76 વર્ષથી ચુંદડીવાળા માતાજી અન્ન-પાણી લેતા નહોતા. જે સાયન્સ માટે પણ એક મોટો કોયડો સમાન છે.

વૈજ્ઞાનિકો માટે પણ આ માતાજીનું જીવન એક મોટું રિસર્ચ હતું. જોકે, વૈજ્ઞાનિકો પણ તેમના જીવનને સમજવામાં સફળ નિવડ્યા ન હતા. માત્ર 11 વર્ષની વયથી જ તેઓએ અન્નજળ ત્યાગી દીધું હતું. તેમના પર વૈજ્ઞાનિકોએ અનેક પરિક્ષણ પણ કર્યા હતા. તેઓ કઈ રીતે 80 વર્ષ સુધી ભૂખ્યા રહ્યા તે મોટું રહસ્ય હતું. લોકો તેને ચમત્કાર કહેતા હતા. ચુંદડીવાળા માતાજીને મા અંબા પ્રત્યે અખૂટ શ્રદ્ધા હતી. 2005-06માં પ્રહલાદ જાની પર અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં સંશોધન થયું હતું.

માતાજીની તબિયત છેલ્લા ઘણાં દિવસોથી નાદૂરસ્ત હતી. તેમને અમદાવાદ ખાતે પણ મેડિકલ તપાસ માટે લાવવામાં આવ્યાં હતાં. તેમનો કોરોના વાયરસનો રિપોર્ટ પણ કરાવવામાં આવ્યો હતો. જે નેગેટિવ આવ્યો હતો.

એક સત્સંગમાં માતાજીએ જણાવ્યું હતું કે અંબાજીની અપાર કૃપા છે, અનાજ-પાણી વગર શરીર સામાન્ય રીતે ધબકે છે આ જોઈને વિજ્ઞાન પણ ચોંકી ઉઠેલું. તેના પરીક્ષણોમાંથી પણ માતાજીએ  પાર કરી દીધા છે. માતાજી કહે છે કે, ખેચરી મુદ્રા સિધ્ધ કરવાથી આયુષ્ય લંબાય છે. હું 1000 વર્ષ જીવી શકું છું. ભારતના ભવિષ્ય અંગે માતાજીએ કહેલું હતું કે મોદી ફરીથી વડાપ્રધાન બનશે. તેઓ દૈવી ઉપાસક છે, સંતોના આશીર્વાદ તેમના પર છે. ભારતમાં પાણીની અછત-ભૂકંપ જેવી પ્રાકૃતિક આફતો પણ આવી શકે છે. કળિયુગના પ્રભાવથી સદ્દવૃત્તિ પરેશાન છે. વર્લ્ડ વૉર પણ સંભવ બને તેમ છે. પ્રહલાદભાઇ જાની-માતાજી મૂળ માણસા તાલુકાના ચરડા ગામના છે.

અમદાવાદના ન્યુરોલોજીસ્ટ ડો. સુધીરે તેમના વિશે કહ્યુ હતું કે, તેમનું શરીરની કોઈ કાયાકલ્પ થયેલ છે. તેઓ જાણતા અજાણતા બહારથી શક્તિ પ્રાપ્ત કરે છે. તેઓને ભોજનની જરૂરત નથી પડતી. અમે ઘણા દિવસ સુધી તેમનું અવલોકન કર્યું હતું. દરેક સેકન્ડનો વીડિયો પણ લીધો હતો. તેઓએ કંઈ ખાધું નથી, કઈ કીધું નહીં, ના પેશાબ ગયા અને ના શૌચાલય ગયા. 30 ડોક્ટરોની એક ટીમ દ્વારા અલગ-અલગ તબીબો દ્વારા તેમના પર રિસર્ચ કરવામાં આવ્યું હતું. કેમની હૃદય અને મગજની ક્રિયાઓને અલગ અલગ રીતે માપવામાં આવી હતી. જ્યારે તેઓ પોતાની પથારી છોડતા ત્યારે એક કેમેરો તેમની સાથે સાથે ચાલતો. જોકે, તબીબોએ પણ તેમના અન્નજળ ત્યાગનો દાવો આખરે સાચો માન્યો હતો.


ચૂંદડીવાળા માતાજી એક ચમત્કારનો જ ભાગ કહી શકાય છે કારણકે વૈજ્ઞાનિકો પણ કોયડો ઉકેલી નથી શક્ય. તેઓ કઇ રીતે ભુખ્યા રહે છે તેનું રહસ્ય કોઈને નથી ખબર.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.