ત્રિશૂળિયા ઘાટ અકસ્માતોના કારણે કુખ્યાત છે અને આજે ફરી એકવાર આ વિસ્તારમાં એક મોટો અકસ્માત નોંધાયો છે. માતા અંબાના દર્શન કરીને પરત ફરી રહેલી અંજારની લક્ઝરી બસે એક મેક્સ વાહન અને કારને ટક્કર મારતા ત્રિપલ અકસ્માત સર્જાયો હતો. આ દુર્ઘટનામાં કુલ 37 વ્યક્તિઓને ઈજાઓ પહોંચી હતી, જેમાંથી 9 લોકોની સ્થિતિ ગંભીર હોવાનું જાણવા મળ્યું છે.
અકસ્માતનું મુખ્ય કારણ લક્ઝરી બસની અચાનક બ્રેક ફેલ થવાનું માનવામાં આવી રહ્યું છે. બસમાં મુસાફરી કરી રહેલા અંજારના 28 યાત્રાળુઓમાંથી 20 જેટલા લોકોને ઈજાઓ પહોંચી હતી. દુર્ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને તાત્કાલિક ધોરણે ચાર જેટલી 108 એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે પહોંચી હતી.
તમામ ઘાયલોને પ્રાથમિક સારવાર માટે દાંતા સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. વધુ સારવારની જરૂરિયાત ધરાવતા 9 ગંભીર ઈજાગ્રસ્તોને પાલનપુર રેફરલ હોસ્પિટલમાં સ્થળાંતરિત કરવામાં આવ્યા છે. અકસ્માતમાં અલ્ટો અને બોલેરો વાહનમાં સવાર 6 વ્યક્તિઓને પણ ઈજાઓ પહોંચી હતી. રાહતની વાત એ છે કે આ ગંભીર અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ નથી.
તમને જણાવી દઈએ કે અંબાજી બાજુ ત્રિશૂળિયા ઘાટમાં અવારનવાર અકસ્માતની ઘટનાઓ બનતી રહે છે. આજે અંજારથી અંબાજી દર્શેનાર્થે આવેલા યાત્રિકોની લક્ઝરી બસની બ્રેક અચાનક ફેલ થતાં આ અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં બસે મેક્સ ગાડી અને કારને અડફેટે લીધી હતી, જેથી લક્ઝરી બસમાં સવાર 28માંથી 20 જેટલા લોકો ઇજાગ્રસ્ત થયા હતા. આ તમામ ઇજાગ્રસ્તોને 4 જેટલી 108 મારફત સારવાર અર્થે દાતા રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે.
ઉલ્લેખનીય છે કે, અંબાજીનો ત્રિશુલિયા ઘાટ અકસ્માતનું હૉટસ્પૉટ માનવામાં આવે છે. ગત 7 ઓક્ટોબરે પણ અહીં મોટો અકસ્માત થયો હતો, જેમાં 4 લોકોના મોત નિપજ્યા હતા. સ્થાનિકો અને મુસાફરો આ વિસ્તારમાં ગતિ નિયમો અને સાવચેત રહેવા અંગે વધારે માહિતગાર બનવા માટે સૂચના આપવામાં આવી છે. અહીં મુસાફરી કરતા પહેલા સાવધાની રાખવી ખુબ જ અનિવાર્ય છે. કારણે કે, આ ત્રિશુલિયા ઘાટ પર અનેક અકસ્માતો થયા છે અને ત્યા અનેક લોકોના મોત પણ થયા છે.