વરસાદના પૂરની અંદર ગાડી તણાઈ ના જાય એ માટે થઈને યુવકે કર્યો જબરદસ્ત જુગાડ, જુઓ વીડિયો, તમને પણ કામ લાગશે

આપણા દેશની અંદર કોઈપણ સમસ્યાના સમાધાન માટે જુગાડ મળી આવે. ઘણા લોકો એવા હોય છે જે પોતાની જરૂરિયાત પડતા જ એવા એવા જુગાડ કરતા હોય છે તે જોઈને આપણે પણ હેરાન રહી જઈએ. આવા જ ઘણા જુગાડના વીડિયો પણ સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ પણ થતા હોય છે.

હાલ એવા જ એક જુગાડનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે, જેમાં એક વ્યક્તિ વરસાદી પુરથી પોતાની કારને બચાવવા માટે જુગાડ કરતો જોવા મળી રહ્યો છે. હાલ વરસાદની મોસમ હોય ઘણી જગ્યાએ વરસાદી પાણી ભરાઈ ગયા છે અને ઘણી જગ્યાએ ગાડીઓ પણ પાણીના પ્રવાહમાં તણાતી જોવા મળે છે. ત્યારે આ વ્યક્તિનો જુગાડ લોકોને પણ ખુબ જ પસંદ આવી રહ્યો છે.

વાયરલ વીડિયોની અંદર જોઈ શકાય છે કે એક વ્યક્તિએ તેની ગાડીને દોરડાઓથી બાંધી દીધી છે. જેના કારણે તે પાણીની અંદર તણાઈ ના જાય. ત્યારે આ ઘટનાનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી દેવામાં આવ્યો છે અને આ વીડિયોને જોઈને લોકો પણ આ જુગાડના ચાહક બની ગયા છે.

 

View this post on Instagram

 

A post shared by [] (@thegujjurocks)


વાયરલ થઇ રહેલો વીડિયોની અંદર દાવો કરવામાં આવી રહ્યો છે કે આ કલીપ તેલંગાણાના રાજન્ના સિરિસીલા જિલ્લાની છે. જ્યાં શાંતિનગરમાં ભારે વરસાદના કારણે ગલીઓમાં પાણી ઘુસી જવાના કારણે આ વ્યક્તિએ પોતાની કારને દોરડાથી બાંધી દીધી હતી. વીડિયોમાં એ પણ જોઈ શકાય છે કે ગલીની અંદર પાણી ભરાઈ ગયું છે અને ગાડી અડધી ડૂબી પણ ગઈ છે.

Niraj Patel