લગ્નમાં ડાન્સનો અદભૂત ક્રેઝ? માથા અને હાથ ઉપર પાટા બાંધી અને હાથમાં લાકડી લઈને કર્યો એવો ડાન્સ કે વીડિયો થયો વાયરલ

લગ્નની સિઝન ચાલી રહી છે, ઠેર ઠેર લગ્નોની ધૂમ પણ જોવા મળી રહી છે. લગ્નની અંદર ડાન્સ કરવાનું લોકોને ખુબ જ ગમતું હોય છે, જેના ઘણા વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ જતા હોય છે. ઘણા લોકો એવા પણ ડાન્સ કરે છે જેને જોઈને જ નવાઈ લાગે, ત્યારે હાલ એવા જ એક ડાન્સનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે.

વાયરલ થઇ રહેલા વીડિયોની અંદર જોવા મળી રહ્યું છે કે એક વ્યક્તિના આખા શરીર ઉપર પાટા બાંધેલા છે. આ વ્યક્તિનો હાથ પણ તૂટેલો છે અને માથામાં પણ વાગેલું જોવા મળી રહ્યું છે. આ ઉપરાંત આ વ્યક્તિના ગળા ઉપર પણ દવાની બોટલ લટકતી જોવા મળી રહી છે. પરંતુ આ વ્યક્તિને ડાન્સનું એવું ભૂત ચઢ્યું છે કે તે હાથાં ડંડો લઈને નાચી રહ્યો છે.

30 સેકેંડના આ વીડિયોની અંદર તમે જોઈ શકશો કે ઘાયલ વ્યક્તિ જાનની વચ્ચે ખુબ જ મજાથી ડાન્સ કરી રહ્યો છે. તમને એમ પણ લાગશે કે આ વ્યક્તિની હાલત બેડ ઉપર રહેલા કોઈ ગંભીર દર્દી કરતા જરા પણ કમ નથી. પરંતુ તેના હાવ-ભાવ જોઈને જરા પણ નથી લાગી રહ્યું કે તેને આટલી ગંભીર ઈજાઓ પહોંચી હશે.

 

View this post on Instagram

 

A post shared by [] (@thegujjurocks)


આ વ્યક્તિની આસપાસ પણ લોકો ડાન્સ કરી રહ્યા છે. આ વીડિયોને જોઈને ઘણા લોકોનું હસવું બહાર આવી જશે. સોશિયલ મીડિયામાં પણ આ વીડિયો પોસ્ટ થવાની સાથે જ વાયરલ થઇ ગયો હતો, અને ઘણા લોકો કોમેન્ટમાં પોતાના પ્રતિભાવ પણ આપવા લાગી ગયા હતા. ઘણા લોકોનું કહેવું છે કે આ ભાઈની પત્ની પિયર ગઈ છે એટલે આ ડાન્સ કરી રહ્યો છે, તો કોઈ એમ પણ કહી રહ્યું છે કે ડાન્સ પ્રત્યે આવું જુનૂન આજ પહેલા ક્યારેય નથી જોયું.

Niraj Patel