આ મહિલાના પૈસા ગણવાની સ્પીડ જોઈને તો લોકોની આંખો ચાર થઇ ગઈ, બોલ્યા… “આ તો મશીન કરતા પણ ફાસ્ટ છે…” જુઓ વીડિયો

મશીન કરતા પણ ફાસ્ટ પૈસા ગણે છે આ મહિલા, વીડિયો જોઈને લોકો પણ હક્કાબક્કા રહી ગયા, જુઓ તમે પણ

Woman Count Money Faster Than A Machine: ઇન્ટરનેટ પર રોજ અલગ અલગ વિષયને લઈને ઘણા બધા વીડિયો વાયરલ થતા હોય છે.  જેમાં ઘણા વીડિયોની અંદર કેટલીક એવી એવી ઘટનાઓ જોવા મળતી હોય છે જેને જોઈને આપણા પણ હોશ ઉડી જાય. ઘણા લોકો પોતાના ટેલેન્ટને પણ સોશિયલ મીડિયામાં બતાવતા હોય છે.

હાલ પણ એક એવી જ મહિલાનો વીડિયો ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. જેની પૈસા ગણવાની સ્પીડ જોઈને લોકો પણ હક્કાબક્કા રહી ગયા. દુનિયાભરમાં એવા ઘણા લોકો છે જેઓ પોતાના કામમાં એટલા એક્સપર્ટ છે કે તેઓ પોતાની આવડતથી લોકોના હોશ ઉડાવી દે છે, જે આ વીડિયોમાં જોઈ શકાય છે.

સામાન્ય રીતે બેંકોમાં નોટો ગણવા માટે મશીનોનો ઉપયોગ કરવામાં આવે છે, પરંતુ કેટલાક લોકો એવા છે જેઓ પોતાની છુપાયેલી પ્રતિભાના આધારે મશીનની જેમ કામ કરે છે. વીડિયોમાં જોઈ શકાય છે કે, એક ક્ષણમાં, એક મહિલા ખૂબ જ ઝડપી ગતિએ નોટોનું આખું બંડલ ગણી રહી છે, જેને જોઈને તમને પણ તમારી આંખો પર વિશ્વાસ કરવો મુશ્કેલ થઈ જશે.

આ વીડિયો (Viral Video) સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર @cctvidiots નામના હેન્ડલથી શેર કરવામાં આવ્યો છે. માત્ર 15 સેકન્ડના આ વીડિયોને અત્યાર સુધીમાં લાખો લોકો જોઈ ચુક્યા છે અને પસંદ કરી ચુક્યા છે. જે લોકોએ આ વીડિયો જોયો છે તેઓ તેના પર અલગ-અલગ પ્રતિક્રિયા આપી રહ્યા છે. એક યુઝરે લખ્યું કે, ‘આ મહિલાની પૈસા ગણવાની સ્પીડ મારા ઈન્ટરનેટ કરતા વધુ ઝડપી છે.

Niraj Patel