આ વર્ષે શ્રાધ્ધના અંતિમ દિવસે અર્થાત્ સર્વપિતૃ અમાસના દિવસે શનિવારનો સંયોગ પાછલાં ૨૦ વર્ષમાં એકવાર જોવા મળ્યો છે. સર્વપિતૃ અમાસ એટલે શ્રાધ્ધનો છેલ્લો દિવસ. આ દિવસનું શ્રાધ્ધ જમીને પિતૃઓ વિદાય લે છે.

અજાણ તિથિઓનાં શ્રાધ્ધ આજે કરી દેવાં
જે પિતૃઓનાં શ્રાધ્ધ માટેની તિથિઓનો ખ્યાલ ન હોય તેવા તમામ પૂર્વજોનું શ્રાધ્ધ આજે કરવામાં આવે છે. અમાસના દિવસે એ દરેક પિતૃનું સ્મરણ કરીને કાગવાસ નાખી દેવી જેને તમે અજાણ્યે પણ વિસરી ગયા હો. આનાથી શ્રાધ્ધ પહોંચી ગયેલું માનવામાં આવે છે. અંતિમ શ્રાધ્ધનો દિવસ હોઈ આ મહત્ત્વ ખાસ્સું છે. આમ, તો આપણાં શાસ્ત્રો કોઈ પણ વારે આવતી અમાસને શ્રેષ્ઠ માને છે, પણ ‘શનેશ્વરી’ અર્થાત્ શનિવારના દિવસે આવતી અમાસ તો અત્યાધિક ઉત્તમ છે.

આ કાર્ય કરીને પિતૃને આપો સંતોષકારક વિદાય
પહેલાં તો વિધિ-વિધાનપૂર્વક શ્રાધ્ધ કરવું. એ પછી બ્રાહ્મણને ભોજન કરાવવાથી પૂણ્યપ્રાપ્તિ થાય છે. કાગડો, ગાય કે આંગણે આવેલ અતિથિને ભોજન જરૂરથી આપવું. સુંદરકાંડ અને હનુમાનચાલીસા ઉપરાંત શ્રીમદ્ભગવત ગીતાના ૭મા અને ૧૧મા અધ્યાયનો પાઠ કરવો જોઈએ. શ્રાધ્ધપક્ષમાં પીપળો સર્લદા પૂજ્ય છે. અમાસના દિવસે પીપળાને કાળાં તલની સાથે જળાર્પણ કરો. દીપક પ્રગટાવો.
૨૦ વર્ષ પછી શનેશ્વરી અમાસનો અદ્ભુત સંયોગ બની રહ્યો છે ત્યારે ઉપરના કાર્યો કરવાનું ચુકવા જેવું નથી. પિતૃ અમાસનું બીજું નામ વિસર્જની અમાસ કે મહાલયા પણ કહેવામાં આવે છે.

પિંડદાનનું મહત્ત્વ પણ ઓછું નથી
સર્વપિતૃ અમાસના દિવસે જો વિદાય લેતા પિતૃઓને પિંડદાન કરવામાં આવે તો ઘણું ઉત્તમ કહેવાયું છે. તર્પણ અને પિંડદાન આમ તો શ્રાધ્ધના ગમે તે દિવસે એકવાર કરી શકાય છે. જો ના કર્યું હોય તો અમાસના દિવસે કરવું જોઈએ. બાફેલા ચોખા, દૂધ અને તલ વડે પિંડ બનાવવામાં આવે છે.

માર્કન્ડેયપુરાણનો પાઠ
વધારેમાં, આજના દિવસે શાસ્ત્રોક્ત વિધિઓ સિવાય પિતૃઓ સબંધિત કંઈક સંસ્કૃત સાહિત્યનો પાઠ કરવાનો, મંત્રજાપ કરવાનો મહિમા પણ રહેલો છે. આગળ ગીતાજી અને સુંદરકાડ ઇત્યાદિ વિશે તો માહિતી આપી જ છે પણ આ ઉપરાંત પણ એક પ્રાર્થના કરી શકાય છે. માર્કન્ડેયપુરાણમાં આ ‘પિતૃ સ્તુતિ’ રહેલી છે.

આશા છે, કે વૈવિધ્યસભર જાણકારીયુક્ત આ પિતૃ-તર્પણ વિશેનો આર્ટિકલ આપને પસંદ પડ્યો હશે. આપના મિત્રો કે કુટુંબીજનો સાથે પણ આની લીંક શેર કરશો એવી અપેક્ષા સહ, ધન્યવાદ!
Author: કૌશલ બારડ GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.