બોલીવુડની ટોપ અભિનેત્રીની અંગત પળો માણતી તસવીરો પૂર્વ પ્રેમી એ સાચવી રાખેલી, પૈસા માંગીને કહેતો….

બોલીવુડની મોટી અભિનેત્રીના જુના લફડા બહાર પડ્યા, પ્રેમીએ હીરોઈનની પ્રાઇવેટ અને સિક્રેટ તસવીરો ઉગાડી પાડી, જુઓ

સાઉથ ફિલ્મ એક્ટ્રેસ અમલા પૉલની ફરિયાદ પર પોલીસે બુધવારે તેના પૂર્વ બિઝનેસ પાર્ટનર અને એક્સ બોયફ્રેન્ડ ભવનિંદર સિંહની ધરપકડ કરી છે. ભવનિંદર સિંહ પર અમલા પૉલ પર છેતરપિંડી કરવાનો અને કેટલાક પ્રાઇવેટ ફોટોગ્રાફ્સને લઇને બ્લેકમેઇલ કરવાનો આરોપ છે. અમલા પોલે સોમવારે વિલ્લુપુરમ જિલ્લાના પોલીસ સ્ટેશનમાં ભવનિંદર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી અને એક દિવસ પછી ભવનિંદરની ધરપકડ કરવામાં આવી હતી. અમલા પોલે 2020માં ભવનિંદર સામે માનહાનિનો કેસ પણ દાખલ કર્યો હતો.

અમલાએ તે પછી દાવો કર્યો હતો કે ભવનિંદરે તેના પ્રાઇવેટ ફોટોની કેટલીક તસવીરો ખોટી રીતે પ્રકાશિત કરી હતી. મીડિયા રિપોર્ટ અનુસાર, અમલા પોલ અને ભવનિંદર સિંહે 2018માં પ્રોડક્શન કંપની શરૂ કરી હતી. તે સમયે બંને સારા મિત્રો હતા. પરંતુ બાદમાં તેઓ અલગ થઈ ગયા હતા. અમલા પોલે ભવનિંદર પર આરોપ લગાવ્યો હતો કે તેને કંપનીના ડાયરેક્ટર પદ પરથી હટાવવા માટે નકલી દસ્તાવેજો બનાવ્યા હતા.

સાથે જ ધમકી આપી હતી કે તે તેની અંગત તસવીરો સોશિયલ મીડિયા પર લીક કરી દેશે.અમલા પોલની ફરિયાદના આધારે પોલીસે ભવનિંદર સિંહની વિરુદ્ધ ધાકધમકી, હેરાનગતિ સહિત અનેક કલમો લગાવીને તેની ધરપકડ કરી હતી. થોડા વર્ષો પહેલા એવા અહેવાલ હતા કે અમલા પોલ અને ભવનિંદર સિંહ એકબીજાને ડેટ કરી રહ્યા છે. જો કે, બંનેમાંથી કોઈએ ક્યારેય પુષ્ટિ કરી નથી.

વર્ષ 2020માં ભવનિંદરે અમલા પોલ સાથેની કેટલીક તસવીરો પણ શેર કરી હતી, જેમાં બંને વેડિંગ કપલ તરીકે જોવા મળ્યા હતા. આ તસવીરો બાદ ચર્ચા શરૂ થઈ હતી કે અમલા પોલ અને ભવનિંદરના લગ્ન થઈ ગયા છે. પરંતુ અમલા પોલે આ તસવીરો ડિલીટ કરી દીધી અને સ્પષ્ટતા કરી કે તે 2018માં થયેલા ફોટોશૂટની તસવીરો છે. ત્યારથી અમલા પોલ અને ભવનિંદર અલગ થઈ ગયા.

જણાવી દઇએ કે, અમલા પોલ તમિલ, તેલુગુ અને મલયાલમ ફિલ્મોની અભિનેત્રી છે. તેણે વર્ષ 2009માં મલયાલમ ફિલ્મ નીલથમારાથી અભિનયની શરૂઆત કરી હતી. તે પછી તેણે ડઝનેક ફિલ્મો કરી. ફિલ્મ ‘રત્સાસન’માં અમલા પોલની એક્ટિંગના ખૂબ વખાણ થયા હતા. આ ફિલ્મને તમિલ સિનેમાની મનોવૈજ્ઞાનિક થ્રિલર ફિલ્મોમાંની એક ગણવામાં આવે છે. અક્ષય કુમારે હિન્દીમાં ‘કથપુતલી’ નામની આ જ ફિલ્મ બનાવી છે, જે 2 સપ્ટેમ્બરે રિલીઝ થઇ છે.

Shah Jina