ગુજરાતની પ્રખ્યાત ચેનલ “અમદાવાદી મેન”ના આ કોમેડિયનને સાથે કામ કરતી ગ્રાફિક્સ ડિઝાઇનરે કર્યો ક્લીન બોલ્ડ, સગાઈની તસવીરો આવી સામે

“શું કે ભાઈબંધ” દ્વારા શરૂ થતા આ ચેનલના વીડિયોમાં દેખાતા ચાર ભાઈબંધોમાંથી હવે એક ભાઈ બંધની સગાઈ થઇ ગઈ છે. આ ભાઈબંધનું નામ છે જતીન પ્રજાપતિ. તેને હાલમાં જ તેની સાથે કામ કરતી ગ્રાફિક્સ ડિઝાઈનર યુવતી સાથે સગાઈ કરી છે, તેમની સગાઈની ઘણી તસવીરો પણ સામે આવી છે.

જતીનની મંગેતરનું નામ સાક્ષી છે. ત્યારે આ બાબતે ગગુજ્જુરોક્સની ટીમ દ્વારા જતીન પ્રજાપતિ સાથે તેની સગાઈ અને તેના કેરિયરને લઈને કેટલીક રસપ્રદ વાતો ટેલિફોનિક ઇન્ટરવ્યૂ દ્વારા જાણવામાં આવી હતી. જેમાં જતીને દિલ ખોલી અને અમારા સવાલોના જવાબો આપ્યા હતા અને ઘણી બાબતો પણ તેને જણાવી હતી.

જતીનને અમે પહેલો સવાલ પૂછ્યો હતો કે “અમદાવાદી મેન”ની ટીમ સાથે તમારી મુલાકાત કેવી રીતે થઇ ત્યારે જવાબમાં જતીને જણાવ્યું કે અમે ચારેય મિત્રો એક સાથે કોલેજમાં ભણતા હતા અને ત્યાંથી જ અમને વીડિયો બનાવવાનો વિચાર આવ્યો. શરૂઆતમાં અમે ઇન્સ્ટાગ્રામ ઉપર એક મિનિટનો વીડિયો બનાવ્યો પરંતુ અમારા વીડિયોનું કન્ટેન્ટ લાંબુ હોવાના કારણે અમે યુટ્યુબનો સહારો લીધો અને આજે ગુજરાતની ખુબ જ પોપ્યુલર ચેનલ સુધી ધીમે ધીમે અમે પહોંચી શક્યા.”

અમારા  બીજા સવાલની અંદર અમે જતીનને પૂછ્યું કે “તમારી મંગેતર સાથે તમારી મુલાકાત કેવી રીતે થઇ ?” તો આ સવાલનો જવાબ તમેને ખુબ જ સરસ રીતે આપતા જણાવ્યું કે, “તે અમારી સાથે ગ્રાફિક્સ ડિઝાઇનિંગનું કામ કરવા માટે આવી હતી, અમારી બંને વચ્ચે ઓળખાણ થઇ, મિત્રતા થઇ અને તેને મેં ડિઝાઇનિંગ પાર્ટનર બનાવી દીધી. ધીમે ધીમે અમારા વચ્ચે પ્રેમ થયો અને મેં તેને લાઈફ પાર્ટનર બનાવવાનું નક્કી કર્યું.”

જતીને આગળ જણાવ્યું કે, “અમારા પ્રેમ સંબંધોની જાણ અમે અમારા પરિવારને કરી અને તેઓ પણ અમારા સંબંધને સહર્ષ સ્વીકારવા માટે તૈયાર થઇ ગયા અને તેમને પહેલા સગાઈ કરી લેવાનું જણાવ્યું જેથી કરી અમે હાલમાં જ સગાઈ કરી લીધી.” લગ્ન ક્યારે કરવાના તે સવાલના જવાબમાં તેમને કહ્યું કે “હજુ તે બે વર્ષ બાદ લગ્ન માટે વિચારશે. હમણાં તે લાઈફને માણવા માંગે છે.”

અમે જતીનભાઈને તેમની મંગેતરના જીવન વિશે પણ પૂછ્યું ત્યારે તેમને જણાવ્યું કે, “મારી પાર્ટનર સાક્ષીનો પરિવાર મૂળ મુંબઇનો છે અને છેલ્લા 10 વર્ષથી અમદાવાદમાં રહે છે. સાક્ષીના પરિવારને ખબર હતી કે અમે કેવું કામ કરીએ છીએ, પરંતુ સાક્ષી યુટ્યુબ ઉપર વધારે ગુજરાતી વીડિયો નહોતી જોતી. પરંતુ અમારી સાથે જોડાયા પછી તેને પણ અમારા કન્ટેન્ટમાં રસ આવ્યો.

જતીનને અમે તેમના ભવિષ્યના પ્લાનિંગ વિશે પણ પૂછ્યું, ત્યારે તેમને જણાવ્યું કે, “અમારી ચેનલમાં કોઈને કોઈ કેરેકટરની જરૂર પડતી જ હોય છે. ઘણીવાર અમારે બહારથી પણ કોઈ લેડીઝ કાસ્ટને બોલાવવા પડે છે. પરંતુ હવે સાક્ષી અમારી સાથે કામ કરશે. અને તે પણ અમારી સાથે યુટ્યુબ ચેનલના વીડિયોમાં જોડાશે.”

 

View this post on Instagram

 

A post shared by Sakshi (@sakshiii__4)

જતીન અને સાક્ષીની એક રીલ પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહી છે. જેમાં જતીન સાક્ષીના કપાળ ઉપર કિસ કરતો જોવા મળી રહ્યો છે, સાથે જ બંને ખુબ જ શાનદાર ડાન્સ પણ કરી રહ્યા છે. તેમની આ રીલને 9 હજાર કરતા પણ વધારે લોકોએ લાઈક કરી છે. ઉપરાંત ઘણા લોકોએ કોમેન્ટ કરી તેમની સગાઇ માટેની શુભકામનાઓ પણ પાઠવી છે.

Niraj Patel