જાસમીન ભસીન અને તેના બોયફ્રેન્ડ અલી ગોનીએ ખરીદી નવી અધધધધ મોંઘી મર્સીડીઝ બેન્ઝ ગાડી, ભાવ સાંભળીને કાન ફફડી ઉઠશે

અલીની દીવાની જાસમીન ભસીને ખરીદી નવી ચમચમાતી લક્ઝુરિયસ કાર, શું બંને લગ્ન કરશે હવે? જુઓ PHOTOS

જાસમીન ભસીન અને અલી ગોનીની જોડી ઇન્ડસ્ટ્રીમાં ખુબ પોપ્યુલર છે. બંનેની મિત્રતા ક્યારે લગ્નના બંધનમાં બંધાશે તે જાણવા માટે તેના બધા ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. બંનેને સોશિયલ મીડિયા પર જબરદસ્ત ફેન ફોલોઇંગ છે. આમ તો બંને ખુબ જ સારા મિત્રો હતા પરંતુ આ મિત્રતા ક્યારે પ્રેમમાં બદલાઈ ગઈ તેની ખબર પણ ના પડી. બંને મુંબઈમાં સાથે રહે છે. જાસમીન ભસીન અને અલી ગોનીના પરિવારના સભ્યો વચ્ચે પણ ખૂબ જ સારું બોન્ડિંગ છે. ટૂંક સમયમાં બંને લગ્ન કરશે પરંતુ તે પહેલા બંનેએ સાથે મળીને નવી કાર ખરીદી છે.

સોશિયલ મીડિયા પર આ નવી ગાડી સાથે બંનેની તસવીરો વાયરલ થઈ રહી છે. જાસમીન ભસીને મુંબઈના શોરૂમમાંથી બ્લુ કલરની મર્સિડીઝ બેન્ઝ કાર લીધી છે. આ લક્ઝરી કારની કિંમતની વાત કરીએ તો તેની શરૂઆત 62 લાખ રૂપિયાથી થાય છે. જો કે, બંનેએ આ ગાડીનું કયું મોડલ લીધું છે તે હજુ જાણવા મળ્યું નથી.

તસવીર અને વીડિયોમાં અલી ગોની બ્લેક કલરની ટી શર્ટ અને ટ્રાઉઝરમાં નજર આવી રહ્યા છે. તેની સાથે અભિનેતાએ ટોપી પણ પહેરેલી છે. તેમજ જાસમીને સફેદ ટોપ અને જેનીમ જીન્સમાં નજર આવી રહી છે. બંને ગાડી પાસે ઉભા રહીને પોઝ આપી રહ્યા છે. વીડિયોમાં એક બીજાને ગળે મળતા નજર આવી રહ્યા છે અને ખુબ જ ખુશ દેખાઈ રહ્યા છે.

જાસમીન ભસીનની પાસે પહેલાથી ગાડીનું સારું કલેક્શન છે. તેની પાસે ઓડી Q7 જેની કિંમત 80 લાખ રૂપિયા છે. તેમાં ત્રણ લીટરનું એન્જીન છે અને ચાર સિલેન્ડર વાળી ગાડી છે. આ ગાડી 210 કિલો પ્રતિ કલાકની ઝડપથી ભાગી શકે છે. તેના સિવાય તેની જોડે હોન્ડા સીટી ગાડી પણ છે જેની કિંમત 15 લાખ રૂપિયા છે. આ 170 કિલો પ્રતિ કલાકની સ્પીડ સુધી પહોંચી શકે છે.

 

View this post on Instagram

 

A post shared by jasly._.bae (@jasly_.bae)

અલી ગોની પાસે 2 ગાડી છે. ઓડીA6 અને BMW X5 છે. ઓડીA6ની કિંમતની વાત કરીએ તો તે 63 લાખ રૂપિયાની છે. આ લકઝરી ગાડી ખાલી ઇન્ડિયામાં જ બને છે. અલી ગોની અને જાસમીન ભસીન ઘણા રિયાલિટી શોમાં નજર આવી ચુકી છે.

Dhruvi Pandya