મંદિર પરિસરમાં વીડિયો બનાવનાર આ પોલીસ કોન્સ્ટેબલ યુવતી પર લેવાઈ ગયો મોટો નિર્ણય, જાણીને ચકિત થઇ જશો

ટિકટોક સ્ટારના નામથી મશહૂર થયેલ પોલિસકર્મી અલ્પિતા ચૌધરી એકવાર ફરી વિવાદમાં આવી ગઇ છે. અલ્પિતા ચૌધરીએ પોલિસ વર્દીમાં ઘણા વીડિયો બનાવ્યા છે. એટલું જ નહિ તેણે બહુચરાજી મંદિરમાં પણ ઓન ડ્યુટી વીડિયો બનાવ્યો છે. અલ્પિતા ચૌધરીનો આ વીડિયો વાયરલ થઇ ગયો છે અને એકવાર ફરી તે વિવાદમાં આવી ગઇ છે. (તમામ તસવીરો_ઇન્સ્ટાગ્રામ)

બહુચરાજી મંદિર પરિસરમાં ઇન્સ્ટાગ્રામ રીલ બનાવી ગુજરાત પોલિસની આબરુના ધજાગરા અલ્પિતા ચૌધરીએ ઉડાવ્યા છે. તેને હવે આખરે સસ્પેન્ડ કરાઇ છે. તેણે ઓન ડયુટી દરમિયાન પોલિસ વર્દીમાં આ વીડિયો બનાવ્યો હતો અને તેને કારણે મહેસાણા એસપી દ્વારા તેના પર તાત્કાલિક રીતે પગલા લેવામાં આવ્યા હતા. તેને ફરીથી સસ્પેન્ડ કરાઇ છે.

જણાવી દઇએ કે, આ પહેલા પણ તેના આવા પ્રકારના વીડિયો ટીકટોક પર વાયરલ થતા તેને સસ્પેન્ડ કરવામાં આવી હતી અને ત્યારે હવે ફરી એકવાર તેના પર સસ્પેન્ડની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. અલ્પિતા ચૌધરી મહેસાણા પોલિસ બેડામાં ફરજ બજાવે છે. તેને કેટલાક દિવસ પહેલા જ બહુચરાજી મંદિરમાં ફરજ પર મૂકવામાં આવી હતી અને તેણે ઓન ડ્યુટી પોલિસ વર્દીમાં હિન્દી ફિલ્મ ગીત પ વીડિયો બનાવ્યો.

એટલું જ નહિ, તે બાદ તેણે સોશિયલ મીડિયા પર વીડિયો અપલોડ પણ કર્યો હતો અને તે બાદ વીડિયો વાયરલ થઇ ગયો હતો. સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ થતા તેણે તેનો બચાવ કરતા કહ્યુ કે તેણે આ વીડિયો ફરજ દરમિયાન નથી બનાવ્યો.

બેચરાજીના સરપંચે મહેસાણા પોલિસ અધિક્ષને લેખિત રજૂઆત કરી હતી અને તેની સામે પગલા લેવાની માંગ કરી હતી. આ મામલે નાયબ કલેક્ટરે કહ્યુ હતુ કે, ઘટનાની તપાસ કર્યા બાદ જો નિયમનું ઉલ્લંઘન થયેલ જણાશે તો કાર્યવાહી કરવામાં આવશે અને ત્યારે મહેસાણા SPએ તત્કાલ પગલા લેતા તેને સસ્પેન્ડ કરી છે.

અલ્પિતા ચૌધરીને સવારે જ વાગ્યાથી 1 વાગ્યા સુધી અને ત્યાર બાદ 2 વાગ્યાથી 6 વાગ્યા સુધીની ડ્યુટી બહુચરાજી મંદિરમાં સોપવામાં આવી હતી. 1 વાગ્યાથી 2 વાગ્યા સુધી તેને રિશેષ આપવામાં આવી હતી. બહુચરાજી પોલિસ સ્ટેશનના ઇન્ચાર્જ અધિકારીની તપાસમાં તેની ગેરહાજરી જોવા મળી હતી. તે બીજીબાજુ મંદિરમાં વીડિયો બનાવતી જોવા મળી.

અલ્પિતા ચૌધરીની રીલ્સ અને ઇન્સ્ટાગ્રામ પોસ્ટ પર હજારો લાઇક્સ છે, ઘણા લોકો તેને ફોલો કરે છે ત્યારે ફરી એક વખત તેણે ઓન ડ્યુટી વીડિયો બનાવી સોશિયલ મીડિયામાં અપલોડ કર્યો હતો. આ પહેલા જ્યારે વિવાદ છંછેડાયો ત્યારે પોલીસ વડાએ સ્પષ્ટ સૂચના આપી હતી કે પોલીસ વર્દીમાં કોઈ અધિકારી આ પ્રકારની ગેરશિસ્ત આચરી શકશે નહીં.

 

Shah Jina