ખબર

ગ્રીષ્મા હત્યા બાદ અલ્પેશ ઠાકોરે ભરી હુંકાર, ભરી સભામાં કહ્યું “એકવાર એવું થયું હતું કે મારી રિવોલ્વરથી આને જાહેરમાં ગોળીઓ મારી નાંખું”

આજે મંગળવાર અને 15 ફેબ્રુઆરીના દિવસે સુરતની માસુમ દીકરી ગ્રીષ્માની ણીતમઃ યાત્રા નીકળી રહી છે. ફેનિલ ગોયાણી નામના નરાધમ યુવકે ગ્રીષ્માની ગળું કાપીને હત્યા કરી નાખી હતી, જેનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. આ ઘટનાને લઈને આખા ગુજરાતમાં રોષ ભભૂકી રહ્યો છે, તો હવે આ મામલે રાજકારણી અલ્પેશ ઠાકોરનું પણ નિવેદન સામે આવ્યું છે. તેમને ભરી સભામાં આ ઘટનાની ચર્ચા કરી હતી.

ભાજપના નેતા અલ્પેશ ઠાકોરે એક સભાની અંદર પોતાનું નિવેદન આપતા જણાવ્યું હતું કે હમણાંથી ઘણા એવા બનાવો બની રહ્યા છે અને કેટલાક અસામાજિક તત્વો છડેચોક આપણી માં, બહેન દીકરીઓ ઉપર આંખ માત્રતા થયા છે.  હમણાં બે દિવસ પહેલા એક બનાવ સુરતમાં બન્યો. ગમે તેવો મજબુર માણસ હોય તેનું દિલ ચોધાર આંસુએ રડી પડે. ગમે તેવો માણસ હોય તો પણ હચમચી જાય એવો બનાવ સુરતમાં બન્યો.. હું ભોળાનાથને પ્રાર્થના કરું છું કે મારા ગુજરાતમાં આવા બનાવો ના બને.

અલ્પેશ ઠાકોરના આ નિવેદન બાદ તેમના શબ્દોને ત્યાં હજાર લોકોએ તાળીઓ પાડીને બંધાવી લીધા હતા ત્યારે અલ્પેશ ઠાકોરે કહ્યું “આ તાળીઓ પાડવાની વાત નથી. વાત છે આપણે બધાએ સજાગ રહેવાની. શું અપરાધ કે એક દીકરીનો કે સામે તેના કાકા, તેના ભાઈ સહિત બસો પાંચસો લોકો હતા. ત્યારે કોઈ લબરમૂછિયો પોતાની જાતને હિરો સમજાતો હોય તેવો નરાધમ જાહેરમાં દીકરીની ગળા પર છરી મારી દે… સાહેબ હૃદય કંપી ઉઠે.

અલ્પેશ ઠાકોર આગળ જણાવી રહ્યા છે કે મને પોતાને એકવાર એવું થયું હતું કે મારી રિવોલ્વરથી આને જાહેરમાં ગોળીઓ મારી નાંખું. યાર આ બધામાં કેવી રીતે જીવ ચાલે, એક દીકરી કે જેની સાથે જે ઘટના બની તેનો એક ફોટો આપણાથી જોવાતો નથી. હું યુવાનોને કહું છું કે આવું ક્યાંય પણ બનતું હોય.. કોઈના બાપની શરમ રાખ્યા વિના મા બહેન માટે માથું આપવું પડે તો આપી દેવાનું, પણ આવા લોકોને ઉંચા નહીં થવા દેવાના… ”

સોશિયલ મીડિયામાં અલ્પેશ ઠાકોરના નિવેદનનો આ વીડિયો ખુબ જ વાયરલ થઇ રહ્યો છે અને તેમના નિવેદનથી ત્યાં હાજર લોકો પણ ખુબ જ પ્રબાવિત થયેલા જોવા મળી રહ્યા છે. ગ્રીષ્માના મોત ઉપર આખા ગુજરાતને આજે દુઃખ થઇ રહ્યું છે અને લોકોનું પણ લોહી ઉકળી રહ્યું છે. ગ્રીષ્માના પરિવાર દ્વારા પણ આરોપીને ફાંસી થાય તેવી માંગણી ઉઠી રહી છે.

 

View this post on Instagram

 

A post shared by [] (@thegujjurocks)

સુરતમાં જાહેરમાં હત્યા થયેલી આ ઘટના પછી આજે ગ્રીષ્માની અંતિમયાત્રા પોલીસ-બંદોબસ્ત સાથે ઘરેથી નીકળી હતી. રસ્તામાં લોકો સ્વયંભૂ જોડાયા હતા. ઘરની બહાર નીકળીને સેંકડો લોકોએ ગ્રીષ્માના પાર્થિવદેહને બે હાથ જોડીને શ્રદ્ધાંજલિ અર્પી હતી, સાથે જ લોકોએ રોષ વ્યક્ત કર્યો હતો. કરપીણ હત્યા કરનારાને આકરામાં આકરી સજા આપવામાં આવે એવી પણ માગ લોકોએ કરી હતી.

 

View this post on Instagram

 

A post shared by [] (@thegujjurocks)

સ્મશાનમાં આવેલા સેંકડો લોકોએ દીકરીના હત્યારા ફેનિલને ફાંસીની સજા થાય એવી માગ કરી હતી. ઘણા લોકોએ તો ગ્રીષ્માને જે જગ્યાએ રહેંસી નાખવામાં આવી જે જગ્યાએ ફાંસી જાહેરમાં આપીને કડક દાખલો બેસાડવાની માગ કરી હતી. ગુજરાતમાં દીકરીઓ સલામત ન હોવા પર લોકોએ કહ્યું હતું કે દીકરીઓ ડર વગર ઘરની બહાર નીકળી શકે એ માટે આકરી સજા થાય એ જરૂરી છે