કિશન ભરવાડના પરિવારને સાંત્વના આપવા પહોંચ્યા નેતા અલ્પેશ ઠાકોર, નાની ફૂલ જેવી દીકરીના ભવિષ્ય માટે કરી આટલા લાખ રૂપિયાની મદદ

સમગ્ર ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી જો સમગ્ર સ્થળે નામ ગુંજતુ હોય તો તે છે એકમાત્ર કિશન ભરવાડ…ધંધુકામાં થયેલ કિશન ભરવાડ હત્યાકાંડના પડઘા આખા દેશની અંદર પડ્યા છે, ગુજરાતમાં પણ મોટાભાગના જિલ્લાઓમાં હત્યાકાંડ મામલે રેલીઓ યોજવામાં આવી રહી છે અને કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવી રહ્યું છે. ત્યારે ગુજરાતના જાણિતા લોકકલાકારો પણ મેદાને ઉતર્યા હતા અને કિશન ભરવાડ કેસને લઇને પોતાની પ્રતિક્રિયા આપી હતી. હવે આ બધા વચ્ચે કિશન ભરવાડના પરિવારને મળવા માટે રાજકીય પાર્ટીના નેતાઓ પણ ધંધુકા પહોંચી રહ્યા છે, ત્યારે બીજેપી નેતા અલ્પેશ ઠાકોર પણ ધંધુકા પહોંચ્યા હતા અને કિશન ભરવાડના પરિવાર સાથે મુલાકાત કરી હતી.

અલ્પેશ ઠાકોરે આ ઘટના પર દુખ વ્યક્ત કર્યુ હતુ અને સાથે સાથે તેમણે કિશનના પરિવારને સાંત્વના પણ આપી હતી. તેમણે કહ્યુ કે, ગુજરાતની શાંતિ તોડવાનો પ્રયાસ થઇ રહ્યો છે.અલ્પેશ ઠાકોરે કિશનની નાનકડી દીકરીના હાથમાં તેના ભવિષ્ય માટે એક લાખ રૂપિયા રોકડ રકમ આપી હતી. તેમણે મીડિયા સમક્ષ નિવેદન આપતા કહ્યુ હતુ કે, ગુજરાતમાં ફરી એકવાર વર્ષ 2002ના જખને યાદ કરવાનો પ્રયાસ થઇ રહ્યો છે.

અલ્પેશ ઠાકોરે આગળ તેમના નિવેદનમાં કહ્યુ હતુ કે, આવા અસામાજિક તત્વોને છડે ચોક કોરડાથી વિધવા જોઇએ. કેટલાક લોકો આજે ગુજરાતને તોફાન તરફ લઇ જવાનું કામ કરી રહ્યા છે. અને આ મુદ્દે રાજનીતી પણ ન થવી જોઇએ. કોઇ સોશિયલ મીડિયામાં પોસ્ટ મુકે અને આવી ઘટના બંને તે ખરેખર નિદનીય છે. તેમણે વધુમાં કહ્યુ હતુ કે, આવા લોકો સામે સરકારે કડક પગલા લઇ દાખલો બેસાડવો જોઇએ. સરકારી તંત્રને હજુ પણ કડક બનવું પડશે. હમેશાં ધર્મ ગુરુઓ સમાજ રાહ ચિધતા હોય છે પરંતુ આવા મૌલવીએ ધર્મના ઠેકેદાર બનવાની જરૂર નથી .

અલ્પેશ ઠાકોરે મીડિયા સમક્ષના નિવેદનમાં આગળ કહ્યુ કે, કટ્ટવાદીઓ માટે ગુજરાતમા કોઇ સ્થાન નથી. આ સરદાર અને મહાત્મા ગાંધીનું ગુજરાત છે. કેટલાક લોકો ગુજરાતને તોડવા માંગે છે અને તેઓ સાંભળી લે કે જરૂર પડશે તો અલ્પેશ ઠાકોર તલવાર પણ કાઢશે. હાલ ગુજરાતમાં શસ્તી રાજનિતી થઇ રહી છે. તેમણે કહ્યુ કે, મારાથી નમાલી રાજનિતી નહી થાય. અલ્પેશ ઠાકોરે છેલ્લે જણાવ્યુ હતુ કે, સમાજના નેતા અને રાજકીય પક્ષોએ કોઇને ન ઉશ્કેરવા.

ઉલ્લેખનીય છે કે, અમદાવાદના ધંધુકા શહેરમાં માલધારી સમાજના યુવક કિશન ભરવાડ નામના એક યુવકની ધોળા દિવસે જાહેરમાં ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી હતી, જેના બાદ ધંધુકા વાસીઓમાં ભારે રોષ જોવા મળ્યો હતો.ત્યારે હાલમાં જ થોડા સમય પહેલા ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવી પણ કિશન ભરવાડના પરિવારને મળવા માટે ધંધુકા પણ ગયા હતા.

મૃતકની પ્રાર્થના સભામાં ગૃહ રાજયમંત્રી હર્ષ સંઘવી પણ પહોંચ્યા હતા અને તેમણે કિશનના પરિવારજનો સાથે વાતચીત કરી હતી. તે બાદ તેમણે કિશન ભરવાડને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી અને એક 20 દિવસની દીકરીને હાથમાં લઇ તેઓ ભાવુક પણ થઇ ગયા હતા. તેમણે પરિવારની મહિલાઓ સાથે મુલાકાત કરી તેમને ખાતરી આપી કે તેઓ તેમને ઝડપથી ન્યાય અપાવશે. હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, દીકરીના પિતાના હત્યારાઓને સજા અપાવીશું. આ દીકરીને હું ગણતરીના મહિનામાં જ ન્યાય અપાવીશ.

આ કેસમાં તમે ગમે ત્યારે અડધી રાત્રે પણ અમારો સંપર્ક કરી શકો છો. હિંમ્મત રાખજો હું ઝડપી ન્યાય અપાવીશ. હર્ષ સંઘવી મુલાકાત કરવા પહોંચતા જ મૃતક કિશનના પરિવારજનો રડી પડ્યા હતા અને કિશનની ફૂલ જેવી નાનકડી દીકરીને લઈને મહિલાઓ રડતી જોવા મળી હતી. તમને જણાની દઇએ કે, આ કેસમાં કેટલાક આરોપીઓની ધરપકડ પણ કરવામાં આવી છે અને હાલ તો આ કેસ બાબતે તપાસ ચાલી રહી છે.

Shah Jina