ગુજરાતના લોકપ્રિય લોક ગાયિકા અલ્પા પટેલના આ તારીખે થવાના છે ધામધૂમથી લગ્ન, લગ્ન પહેલા પ્રિ- વેડિંગની તસવીરો આવી સામે

દેશભરમાં હાલ લગ્નનો માહોલ ચાલી રહ્યો છે, સામાન્ય લોકોથી લઈને સેલેબ્રિટીઓ પણ આ સમયે લગ્નના બંધનમાં બંધાઈ રહ્યા છે. છેલ્લા થોડા દિવસોમાં જ ઘણા સેલેબ્રિટીઓએ લગ્ન કરી લીધા છે, ત્યારે ગુજરાતના જાણીતા કલાકારો પણ લગ્નના બંધનમાં બંધાતા હોવાની ખબર હવે આવી રહી છે.

હાલ ખબર આવી રહી છે કે ગુજરાતની લોકપ્રિય લોક ગાયિકા અલ્પાએ પટેલ પણ બહુ જ જલ્દી લગ્ન કરવા જઈ રહ્યા છે. લગ્ન પહેલા તેમને શાનદાર પ્રિ વેડિંગ ફોટોશૂટ પણ કરાવ્યું હતું જેની તસવીરો પણ સામે આવી છે. થોડા સમય પહેલા જ અલ્પા પટેલે સગાઈ કરી હતી. તેમના મંગેતરનું નામ ઉદય ગજેરા છે

અલ્પા પટેલ અને ઉદય ગજેરાના સગાઈ ની પણ કેટલીક તસવીરો બંનેએ તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કરી હતી.આ તસવીરો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ ગઈ હતી અને તેમના ચાહકોએ તેમને સગાઈની ખુબ જ શુભકામનાઓ પણ આપી હતી.

અલ્પા પટેલ અને ઉદય ગજેરા 17 ફેબ્રુઆરીના રોજ લગ્નના બંધનમાં બંધાવવા જઈ રહ્યા છે. જેની જાહેરાત પણ તેમને પોતાના સોશિયલ મીડિયા ઉપર પ્રિ વેડિંગની એક તસ્વીર શેર કરીને આપી છે. આ તસ્વીરમાં અલ્પા અને ઉદય બંને એકબીજાનો હાથ પકડી અને ઉભેલા જોવા મળી રહ્યા છે. સાથે જ નીચે લગ્નની તારીખ 17 ફેબ્રુઆરી નોંધી રાખવાનું પણ જણાવ્યું છે.

જણાવી દઇએ કે, અલ્પા પટેલ ગુજરાતની પ્રસિદ્ધ ગાયિકા છે. તેમના પાર્ટનર ના તો કોઇ સિંગર છે અને ના તો કોઇ અભિનેતા. જો કે, આ સિવાય તેઓ શું કરે છે, તેની કોઇ માહિતી હાલ સામે આવી નથી. અલ્પા પટેલની વાત કરીએ તો, તેમણે માત્ર 10 વર્ષની નાની ઉંમરે તેમના કરિયરની શરૂઆત કરી હતી અને આજે તેઓ ગુજરાતની સુપ્રસિદ્ધ ગાયિકામાં સુમાર છે.

અલ્પા પટેલે જ્યારે તેમના કરિયરની શરૂઆત કરી ત્યારે તેઓની ફી માત્ર 50 રૂપિયા હતી પરંતુ આજે તેઓ એક પ્રોગ્રામના 1 લાખથી લઇને 1.25 લાખ સુધી ચાર્જ કરે છે. તેમણે ધોરણ 12 સુધીનો અભ્યાસ કર્યો છે. તેમણે નાની ઉંમરે પિતાની છત્રછાયા ગુમાવી હતી અને તે બાદથી તેઓ મામાના ઘરે જ રહી અભ્યાસ કરતા હતા. તેમનો ઉછેર મામાના ઘરે જ થયો હતો.

Niraj Patel