લોકગાયિકા અલ્પા પટેલ પતિ સાથે આ સુંદર જગ્યાએ મનાવી રહ્યા છે વેકેશન, આઇલેન્ડનો નજારો જોઈને તમે પણ કહેશો, “શું જગ્યા પસંદ કરી છે…”

ગુજરાતની ગાયિકાઓ હાલ પોતાના વેકેશન મોડ ઉપર છે, કચ્છી કોયલ તરીકે જાણીતા બનેલા ખ્યાતનામ ગાયિકા ગીતાબેન રબારી અમેરિકાના પ્રવાસે છે તો અન્ય સુપ્રસિદ્ધ ગાયિકાઓ કિંજલ દવે અને ઉર્વશી રાદડિયા દુબઈના પ્રવાસે છે, ત્યારે લોકગાયિકા અલ્પા પટેલ પણ લગ્ન બાદ પતિ સાથે રજાઓ માણવા માટે ખાસ જગ્યાએ પહોંચ્યા છે.

અલ્પા પટેલ તેમના લગ્નને લઈને ખુબ જ લાઇમ લાઇટમાં રહ્યા હતા, તેમના લગ્નની ઘણી તસવીરો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ હતી, ત્યારે હવે અલ્પા પટેલ પોતાના ભરથાર ઉદય ગજેરા સાથે પ્રવાસ ઉપર પહોંચ્યા છે, અલ્પા પટેલ અને તેમના પતિએ પોતાના આ પ્રવાસની કેટલીક તસવીરો પણ શેર કરી છે, જેને ચાહકો પણ ખુબ જ પસંદ કરી રહ્યા છે.

17 ફેબ્રુઆરીના રોજ ગુજરાતના સુપ્રસિદ્ધ લોકગાયિકા અલ્પા પટેલ પણ લગ્નના બંધનમાં બંધાઈ ગયા, તેઓ ઉદય ગજેરા સાથે લગ્નના સાત ફેરા ફર્યા. લગ્ન પહેલા તેમણે શાનદાર પ્રિ વેડિંગ ફોટોશૂટ પણ કરાવ્યું હતું જેની તસવીરો પણ સામે આવી હતી. થોડા સમય પહેલા જ અલ્પા પટેલે સગાઈ કરી હતી. જેની તસવીરો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ હતી, તો અલ્પા પટેલના ગરબાથી લઈને લગ્નની ચોરી સુધીની તસવીરો પણ સોશિયલ મીડિયામાં ધૂમ મચાવી હતી.

થોડા દિવસ પહેલા જ અલ્પા પટેલ પોતાના ભરથાર સાથે ખોડિયાર માતાજીના દર્શને ગયા હતા, જેની કેટલીક તસવીરો અલ્પાબેને તેમાં સોશિયલ મીડિયા એકાઉન્ટ  ઇન્સ્ટાગ્રામ ઉપર શેર કરી હતી. તસ્વીરોમાં અલ્પાબેન અને તેમના ભરથાર ઉદય ગજેરાના ચહેરા ઉપર અનેરું સ્મિત દેખાઈ રહ્યું છે, સાથે જ પોસ્ટમાં દર્શાવેલા લોકેશન પ્રમાણે તે નિકોલના ખોડિયાર મંદિર પહોંચ્યા હતા.

ત્યારે હવે સોશિયલ મીડિયામાં તેમના પ્રવાસની તસવીરો પણ સામે આવી છે, જેને ચાહકો પણ ખુબ જ પસંદ કરી રહ્યા છે, કેટલીક તસવીરો તેમને પોતાની સ્ટોરીમાં પણ શેર કરી છે, જેમાં એરપોર્ટ ઉપર અલ્પા પટેલ પતિ ઉદય ગજેરા સાથે જોવા મળી રહ્યા હતા.  આ ઉપરાંત તેમને કેટલીક અન્ય તસવીરો પણ શેર કરી છે.

આ ઉપરાંત અલ્પા પટેલે એક વીડિયો પણ શેર કર્યો હતો, જેમાં તે દરિયા કિનારે જોવા મળી રહ્યા હતા, જેમાં તે પોતાના પતિ ઉદય ગજેરનો હાથમાં હાથ પકડી અને ચાલી રહ્યા હતા, સાથે જ બેકગ્રાઉન્ડમાં સુંદર ગીત પણ તેમને મૂક્યું હતું “સાગર કિનારે” અલ્પાબેન અને તેમના પતિનો આ અંદાજ પણ ચાહકોને ખુબ જ પસંદ આવી રહ્યો છે.

તો અલ્પા પટેલે હાલમાં પણ કેટલીક લાજવાબ તસવીરો શેર કરી છે, જેના દ્વારા જાણી શકાય છે કે અલ્પાબેન તેમના ભરથાર ઉદય ગજેરા સાથે આંદામાનના પ્રવાસે ગયા છે, જેમાં આંદામાનના બીચનો શાનદાર નજારો પણ જોવા મળી રહ્યો છે. તેમના ચાહકોને તેમની આ તસવીરો ખુબ જ પસંદ આવી રહી છે.

અલ્પાબેને તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ ઇન્સ્ટાગ્રામમાં ઘણી બધી તસવીરો શેર કરી છે. આ તસ્વીરોમાં તે એકથી એક શાનદાર પોઝ આપતા જોવા મળી રહ્યા છે. આ ઉપરાંત તેના પતિ ઉદય ગજેરાએ પણ તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ ઇન્સ્ટગ્રામમાં તેમના આ વેકેશનની સુંદર તસવીરો પણ શેર કરી છે.

ઉદય ગજેરા દ્વારા શેર કરવામાં આવેલી તસ્વીરોમાં તે આંદામાનના દરિયા કિનારે શાનદાર પોઝ આપતા જોવા મળી રહ્યા છે. આ ઉપરાંત અલ્પાબેનનો હાથ પકડીને પણ ચાલતા નજર આવે છે. અલ્પાબેન સાથે પણ તેમના પતિ ઉદય ગજેરા શાનદાર પોઝ આપતા પણ જોવા મળી રહ્યા છે. ચાહકો પણ તેમની આ તસવીરો ઉપર ભરપૂર કોમેન્ટ કરી રહ્યા છે.

અલ્પાબેને શિવરાત્રીના પાવન પર્વ ઉપર જૂનગાઢની ભવનાથ તળેટીની અંદર ડાયરામાં પોતાના સુમધુર અવાજથી શિવભક્તોને ઝુમાવ્યા હતા. આ દરમિયાન તેમના ઉપર નોટોનો વરસાદ થતા પણ જોવા મળ્યો હતો. તમને જણાવી દઈએ કે અલ્પા પટેલ ગુજરાતની પ્રસિદ્ધ ગાયિકા છે. તેમના પાર્ટનર ના તો કોઇ સિંગર છે અને ના તો કોઇ અભિનેતા. જો કે, આ સિવાય તેઓ શું કરે છે, તેની કોઇ માહિતી હાલ સામે આવી નથી.

 

View this post on Instagram

 

A post shared by Alpa Patel (@alpapatel.official)

તો અલ્પા પટેલે હાલામાં જ તેમના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ ઉપર એક શાનદાર રીલ પણ પોસ્ટ કરી છે, જે ખુબ જ વાયરલ થઇ ગઈ છે. આ રીલની અંદર અલ્પાબેન દરિયા કિનારે શૉન્ડ્રા પોઝમાં બેઠેલા જોઈ શકાય છે. ત્યારે બેકગ્રાઉનમાં પણ તેમને એક હિન્દી ગીત “જિંદગી પ્યાર કા ગીત હે” રાખ્યું છે.

Niraj Patel