રસોઈ

આલૂ ટીક્કી છોલે (આલુ ટીક્કી ચાટ) – એકદમ સ્વાદિષ્ટ અને ચટાકેદાર રેસિપી વાંચો – શેર કરો

આલૂ ટીક્કી છોલે રેસિપી – આ ઉત્તર ભારત ની એક ચાટ છે જેમાં આલૂ ની ટીક્કી ની ઉપર છોલે ગ્રેવી, લિલી ચટણી, મીઠી ચટણી, દહીં અને સેવ નાખવા માં આવે છે.

ભારતીય ચાટ રેસિપી હંમેશા મોં માં પાણી લાવી દે છે. તેમાં તીખા, હલકા મીઠા અને ખાટા સ્વાદ નુ મિશ્રણ છે. તમને આ બધા સ્વાદ એક સાથે ચાખવા મળશે. આ સ્વાદ સિવાય મોં માં અલગ અલગ અનુભવ થશે જેવા કે કુરકુરી સેવ, તાજી ડુંગળી, તાજગી આપવા વાળા દહીં ની સાથે મોં માં પીગળી જાય એવી નરમ ટીક્કી. બધા ને એકસાથે મિક્સ કરો એટલે માનો જન્નત છે.

જ્યારે પણ મેં બહાર આલુ ટીક્કી છોલે ખાયા છે દરેક વખત મને અલગ અલગ સ્વાદ મળ્યો છે. કેમ કે દરેક ની ટીક્કી અને છોલે બનાવવા ની પદ્ધતિ અલગ અલગ હોય છે. આ બે વસ્તુઓ તો આ ડીશ માં મુખ્ય છે.

આલૂ ટીક્કી ચાટ ની અલગ અલગ સામગ્રી ને વિસ્તાર થી જાણો.

આલૂ ટીક્કી – તેનુ બહાર નુ પડ ક્રિસ્પી છે અને અંદર થી એકદમ નરમ છે. તેને બનાવવા ની ઘણી રીતો છે. ઘણા લોકો ફક્ત બાફેલા બટાટા માં મસાલા નાખી ને બનાવે છે. કોઈ લોકો બટાટા ના મિશ્રણ ની વચ્ચે ચણા દાળ નુ થોડુ મિશ્રણ રાખી ને બનાવે છે. અહીં મેં બાફેલા બટાટા, વટાણા અને થોડા મસાલા ઉમેરી ને બનાવી છે.

પંજાબી છોલે – દર વખત હું આગલા દિવસે બચેલા છોલે નો ઉપયોગ કરુ છું. ક્યારેક જાતે કરીને હું બીજા દિવસે આ ચાટ બનાવવા માટે થોડા વધારે છોલે તૈયાર કરુ છું. અહીં બ્લોગ પર મેં ત્રણ અલગ રીત બતાવી છે, પંજાબી છોલે, ડુંગળી અને લસણ વિના ના છોલે અને કુકર માં બનાવેલા ચના મસાલા. આમાં થી કોઈ એક રેસિપી પસંદ કરો બધી સ્વાદ માં સારી લાગશે. જો તમારી પોતાની રેસિપી છે તો તે રીતે બનાવો ફક્ત ધ્યાન રહે કે તે થોડુ તીખુ હોવુ જોઈએ.

ચટણીઓ – આલૂ ટીક્કી ચાટ માં લિલી ધાણા ની ચટણી અને ખજૂર આમલી ની મીઠી ચટણી હોય છે. લિલી ચટણી છે જે તીખો સ્વાદ આપે છે ત્યાં જ બીજી ચટણી ખાટો મીઠો સ્વાદ આપે છે.

દહીં – ઘણા લોકો તેમાં દહીં નાખવુ પસંદ કરે છે તો કોઈ પસંદ નથી કરતા. મને તો પસંદ છે કેમકે તે એકદમ ઠંડો અને તાજગીભર્યો અહેસાસ આપે છે.

ડુંગળી ટામેટા – તેમાં બારીક કાપેલા ડુંગળી અને ટામેટા ઉપયોગ થાય છે.

સેવ – દરેક ચાટ ની જેમ આમાં પણ બેસન સેવ નંખાય છે. તમે ઘરે સેવ બનાવો અથવા બજાર થી ખરીદી લાવો.

આખરે તેમાં ચાટ મસાલો અને લીલા ધાણા ઉમેરી ને સજાવવા માં આવે છે.

વિધિ – આલૂ ટીક્કી છોલે ચાટ કેવી રીતે બનાવી?

1) એક બાઉલ માં બાફેલા બટાટા અને વટાણા ના દાણા લો.

2) તેને સારી રીતે મિશ્રિત કરી લો.

3) તેમાં બારીક કાપેલા ધાણા, લીલા મરચા, લાલ મરચા પાઉડર, ચાટ મસાલો અને મીઠું ઉમેરો.

4) લીંબુ નો તાજો રસ નિચોડો

5) બધુ સરખી રીતે મિક્સ કરો.

6) હવે તેને બરાબર થી 6 ભાગ માં વહેંચી ને ટીક્કી નો આકાર આપો. તેને બનાવતી વખતે હથેળી માં તેલ લગાવો જેથી હાથ પર ચીપકે નહીં.

7) એક પૈન અથવા તવા માં થોડા ટીસ્પૂન તેલ ને મધ્યમ આગ પર ગરમ કરો. તેલ ના ગરમ થતા જ તેમાં ટીક્કી રાખો.

8) એક બાજુ થી ડાર્ક રંગ અને ક્રિસ્પી થવા પર પલ્ટી દો અને બીજી બાજુ પણ સેકી લો. જ્યારે તૈયાર થઈ જાય ત્યારે તેને એક પ્લેટ માં નિકાળો.

9) છોલે જો ઠંડા હોય તો તેને ગરમ કરી લો. ચાટ બનાવવા માટે બાકી ની સામગ્રી પણ તૈયાર કરી લો. એક પ્લેટ માં ત્રણ ટીક્કી રાખો.

10) તેના પર ½ કપ જેટલા છોલે ઉમેરો.

11) ઉપર થી 1-2 ટેબલ સ્પૂન લિલી ચટણી ઉમેરો.

12) ઉપર થી 1-2 ટેબલ સ્પૂન મીઠી ચટણી ઉમેરો.

13) પછી 1-2 ટેબલ સ્પૂન જેટલુ દહીં ઉમેરો

14) થોડી બારીક કાપેલી ડુંગળી ઉમેરો.

15) અને ટામેટા પણ ઉમેરી દો.

16) છેલ્લે સેવ ઉમેરો. અહીં ફોટો સારો આવે એટલે મેં ઓછી સેવ નાખી છે પછી થી ખાતા સમયે મેં થોડી વધારે ઉમેરી.

તેને ચાટ મસાલો અને બારીક કાપેલા લીલા ધાણા ઉમેરી ને સજાવો.
તેવી જ રીતે બીજી પ્લેટ પણ બનાવી લો અને તુરંત પરોસો.

કેવી રીતે પરોસવુ? : તેને નાસ્તા ના રૂપ માં મજા થી ખાઓ.

આલૂ ટીક્કી ચાટ સામગ્રી માપવા નો કપ (1 કપ = 240 મિલી લીટર)

Course નાસ્તો,Cuisine ભારતીય,Prep Time 30 minutes, Cook Time 15 minutes, Total Time 45 minuteસ, Ingredients (1 cup = 240 ml)

આલૂ ટીક્કી માટે :

 • 1 મોટુ કદ અથવા ¾ કપ બટાટા બાફી ને, છાલ ઉતારી લો
 • ⅓ કપ વટાણા ના દાણા બાફેલા
 • 1 લીલુ મરચુ બારીક કાપેલુ
 • 1-2 ટેબલ સ્પૂન લીલા ધાણા બારીક કાપેલા
 • ½ ટી સ્પૂન લાલ મરચાં નો પાઉડર
 • 1 ટી સ્પૂન ચાટ મસાલો
 • મીઠું સ્વાદ અનુસાર
 • 1 ટી સ્પૂન લીંબુ નો રસ
 • 1-2 ટેબલ સ્પૂન તેલ ટીક્કી સેકવા માટે

આલૂ ટીક્કી ચાટ માટે :

 • 1 કપ કોઈ પણ પંજાબી છોલે ગ્રેવી
 • 3-4 ટેબલ સ્પૂન લીલા ધાણા ચટણી અથવા ધાણા ફુદીના ની ચટણી
 • 3-4 ટેબલ સ્પૂન ખજૂર આમલી ની ચટણી
 • ¼ કપ ફાટેલું દહીં
 • ¼ કપ બારીક કાપેલી ડુંગળી
 • ¼ કપ બારીક કાપેલા ટામેટા
 • ⅓ કપ સેવ

Instructions
આલૂ ટીક્કી બનાવવા ની વિધિ:

બટાટા અને વટાણા ને એક બાઉલ માં એક સાથે મૈશ કરો. તેમાં તેલ તેલ સિવાય ની બાકી સામગ્રી ઉમેરી સારી રીતે મિક્સ કરો. હવે હથેળી માં તેલ લગાવી તે મિશ્રણ થી 6 ટીક્કી ગોળ ચપટા આકાર ની બનાવો. હવે તવા અથવા પૈન માં મધ્યમ આગ પર તેલ ગરમ કરો. ગરમ તેલમાં બે અથવા ત્રણ ટીક્કી રાખો અને બંને સાઈડ ડાર્ક રંગ ની અને ક્રિસ્પી થાય ત્યાં સુધી સેકો. તેને એક પ્લેટ માં નિકાળો અને તે જ રીતે બાકીની ટીક્કી સેકો.

આલૂ ટીક્કી છોલે ચાટ બનાવવા ની વિધિ:

એક પ્લેટ માં 3 ટીક્કી રાખો. ઉપર થી ગરમ છોલે ગ્રેવી ઉમેરો. તેમાં 1-2 ટેબલ સ્પૂન જેટલી લિલી ચટણી, ખજૂર આમલી ની ચટણી અને દહીં ઉમેરો. ઉપર થી કાપેલી ડુંગળી અને ટામેટા નાખો. ઉપર થી સેવ, ચાટ મસાલો અને લીલા ધાણા ઉમેરી સજાવો. તેને તુરંત જ પરોસો.

Author: GujjuRocks Team
મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે અમને ઉત્સાહ રહે…
દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – GujjuRocks – ગુજ્જુરોક્સ