રસોઈ

શિયાળામાં બનાવો સ્વાદિષ્ટ ગરમા ગરમ આલુ પરોઠા, આંગળા ચાંટતા રહી જાશો, નોંધી લો રેસિપી….

આલુ પરાઠા એક સ્વાદીષ્ટ વ્યંજન છે જેને વધારે પડતા નાશ્તા મા કે રાતના ભોજન મા પીરસવા મા આવે છે. આમ તો ઉત્તર ભારત અને પંજાબ નુ વ્યંજન છે. પણ પુરા ભારત મા બાળકો થી લઈ ને બુઢા સુધી બધાને ખુબ પસંદ આવે છે. આમ ધારણા થી વીપરીત પંજાબી આલુ પરાઠા આસાની થી ઘરે તૈયાર કરી શકાય છે. કારણ કે આને બનાવવા મા જે સામગ્રી જોઈએ તે આસાની થી ઘરે મળી રહે છે. એના સીવાય તમે આને સ્ટેપ બાય સ્ટેપ રેસીપી નુ અનુસરણ કરી ને આસાની થી બનાવી પણ શકો છો.પુર્વ તૈયારી નો સમય : ૧૫ થી ૨૦ મીનીટ
પકાવા માટે નો સમય : ૨૫ થી ૩૦ મીનીટ
કેટલા લોકો માટે : ૨ વ્યક્તી માટે (૬ પરોઠા)આલુ પરાઠા બનાવા માટે ની સામગ્રી:

 • ૧ કપ + ૧/૨ કપ – ધવ નો લોટ
 • ૨ – મધ્યમ બટેટા, બાફેલા અને છીલેલા
 • ૪ ચમચી – બારીક કાપેલી લીલી કોથમરી
 • ૧ ચમચી – લીંબુ નો રસ
 • ૧ ચમચી – ખાંડ
 • ૨ – લીલા મરચા, બારીક કાપેલા
 • ૧ ચમચી – ગરમ મસાલા પાઉડર
 • ૧ ચમચી – લાલ મરચુ પાઉડર
 • ૧ ચમચી – આદુ, કસેલુ
 • માખણ – પીરસવા માટે
 • ૨ ચમચી – તેલ
 • પાણી અને નમક – સ્વાદ અનુસાર

આલુ પરાઠા બનાવા ની વીધી:૧) સૌથી પહેલા લોટ ને તૈયાર કરી, એક મધ્યમ શકોરા મા ૧ કપ ધવ નો લોટ, ૧ ચમચી તેલ અને નમક ને નાખો. થોડુ થોડુ પાણી નાખો અને ચપાટી જેવો લોટ બાંધો. આની ઉપર ૧/૨ ચમચી તેલ ને નાખો અને લોટ ને મસળી ને ચીકણો કરી લ્યો. એને મલમલ ના કપડા થી કે થાળી થી ઢાંકી ને ૧૫ થી ૨૦ મીનીટ સુધી રહેવા દો.
૨) હવે મધ્યમ આકાર ના શકોરા મા બાફેલા બટેટા ને લ્યો અને એને મેશ (મસળી) લ્યો. એ વાત નુ ધ્યાન રહે કે બટેટા ના નાના ટુકડા ન રહે. આમા કાપેલા લીલા મરચા, લાલ મરચા પાઉડર, કસેલુ આદુ, ગરમ મસાલા પાઉડર, ખાંડ, લીંબુ નો રસ અને નમક ને નાખો. બધી સામગ્રી ને સારી રીતે મીક્સ કરી લ્યો.
૩) મસાલા ને ૬ બરાબર ભાગો મા વહેચી લ્યો. અને આ માસાલા ને ગોળ આકાર આપો. ત્યાર બાદ થાળી ઢાંકેલો લોટ ના ૬ ભાગ કરી તેના છ ગોરણા બનાવી લ્યો.૪) ત્યાર બાદ એક નાની ડીશ મા ૧/૨ કપ ધવ નો લોટ લ્યો. અને એક ગોરણુ લ્યો અને તેને લોટમા લપેટો (આ ગોરણા ને વણતી વખતે પાટલા થી ચીપકે નહી તેના માટે). હવે ગોરણા ને પાટલા ઉપર રાખો અને ૪-૫ ઈચ વ્યાસ ના આકાર મા ગોળ વણો. ત્યાર બાદ તેના ઉપર મસાલા નો તૈયાર કરેલો એક ગોળો રાખો.
૫) હવે વણેલા લોટ ને ચારે બાજુ થી બંધ કરી લ્યો. જે રીતે કચોરી મા ઉપર નુ પડ બંધ કરેલુ હોય તેવી રીતે. કીનાર ને સીલ કરો અને એને ફરીથી ગોળ આકાર હલ્કા હાથ થી દબાવી ને આપો.
૬) હવે આ તૈયાર કરેલા ગોરણા ને પાટલા ઉપર રાખો અને ધીરે ધીરે દબાવો. ત્યાર બાદ એની ઉપર થોડો કોરો લોટ છાંટો.
૭) આને ૬-૭ ઈચ ના વ્યાસ વાળા આકાર મા રોટી કે ચપાટી ની જેમ વણો. આને વધારે પાતળો ન બનાવો.
૮) હવે એક તવા ને મધ્યમ આચ ઉપર ગરમ કરો. અને પરોઠા ને ગરમ તવા ઉપર રાખો. તેને પલટાવી ને બન્ને બાજુ ગરમ કરો.૯) આની કીનાર ની આસપાસ ચમચા થી ૧/૨ ચમચી તેલ લગાવો. અને લગભગ ૩૦ થી ૪૦ સેકન્ડ સુધી ચડવા દો.
૧૦) આને ફરી થી પલટાવો અને કીનાર આસપાસ ૧/૨ ચમચી તેલ લગાવો અને એને ચમચા થી દબાવો અને મધ્યમ આચ ઉપર ૩૦ થી ૪૦ સેકંન્ડ શેકો. પરાઠા ની બન્ને બાજુ ની સાઈડ સોનેરી રંગની આચ આવવા લાગે.
૧૧) હવે આ તૈયાર પરોઠા ને એક ડીશ મા કાઢો અને તેની ઉપર માખણ લગાડો. આજ રીતે બાકી બચેલા મસાલા થી આલુ પરોઠા બનાવો. આને ટમેટા ની ચટની કે રાયતા સાથે અથાણા ની સાથે પીરસો.સુજાવ અને વિવિધતા
પરોઠા ને આસાની થી વણવા માટે લોટ ને નરમ રાખો.
પરોઠા ને વણતી વખતે બટેટા બહાર ન આવે તે માટે બટેટા ને બરાબર મસળી ને મસાલો બનાવો.
બટેટા ના મસાલા ને ટેસ્ટી બનાવવા માટે બારીક ફુદીના ના પાન અને આદુ લસણ ની પેસ્ટ ને નાખો.

Author – GujjuRocks (માધવી આશરા ‘ખત્રી’)