રીલ લાઈફમાં વહુ સાથે જ હતું આલોક નાથનું અફેર પછી એક દિવસ…

જેની જોડે અફેર હતું એનું નામ જાણીને પગ નીચેથી જમીન ખસી જશે

બોલીવુડના ખ્યાતનામ અભિનેતા આલોક નાથ પોતાના અભિનયના કારણે દર્શકોનું દિલ જીતતા આવ્યા છે. તેમને ચાહકો બાબુજીના નામથી પણ ઓળખે છે. ઘણી ફિલ્મોમાં તેમને એક સફળ પિતાનો અભિનય નિભાવ્યો છે, પરંતુ હાલ તેમના એક અફેરની ખબર ચર્ચામાં ચાલી રહી છે.

ટીવી ધારાવાહિકોમાં અભિનય કરી રહેલી અભિનેત્રી નીના ગુપ્તા સાથે આલોક નાથનું અફેર હોવાની ખબરો સામે આવી રહી છે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે આ અફેર લાંબો સમય સુધી ચાલ્યું નહોતું. અને બંને અલગ થઇ ગયા હતા.

આલોક નાથે પોતાની કારકિર્દીની શરૂઆત ફિલ્મો દ્વારા કરી હતી, પરંતુ તે ઘણી ધારાવાહિકોમાં પણ કામ કરી ચુક્યા છે. તેમના દ્વારા અભિનીત ધારાવાહિક બુનિયાદ ખુબ જ પ્રખ્યાત બની હતી. આ ધારાવાહિકમાં જ વહુનો અભિનય કરી રહેલી નીના ગુપ્તા સાથે ધારાવાહિકમાં ઓનસ્ક્રીન સસરાનું પાત્ર નિભાવનાર આલોક નાથને ઓફસ્ક્રીન અફેર હોવાનું સામે આવી રહ્યું છે.

બે વર્ષ પહેલા શરૂ થયેલા મીટૂ અભિનયન અંતર્ગત પણ આલોક નાથ ઉપર આરોપો લાગ્યા હતા. ટીવી પ્રોડ્યુસર વીંટા નંદાએ આલોક નાથ ઉપર બળાત્કારનો આરોપ લગાવ્યો હતો. બંનેએ ટીવી શો તારામાં સાથે કામ કર્યું હતું. ત્યારબાદ અભિનેત્રી દીપિકા અમીને પણ તેમના ઉપર આરોપ લગાવ્યા હતા.

દીપિકાએ આરોપ લગાવતા કહ્યું હતું કે એ વાત બધા જ જાણે છે કે આલોક નાથ દારૂડિયા છે અને મહિલાઓનું ઉત્પીડન કરે છે. ત્યારબાદ ફિલ્મ હમ આપકે હે કોનમાં તેમની વહુ બતાવવામાં આવેલી અભિનેત્રી રેણુકા શહાણેએ તેમનું સમર્થન કર્યું હતું અને

કહ્યું હતું કે “મને યાદ છે કે તમે મને ઘણા વર્ષો પહેલા આ વાત જણાવી હતી, તમે સાહસી છો કે તમે સામે આવીને શોષણ વિશે વાત કરી રહ્યા છો.”

Niraj Patel